બોલેરો જીપનું ટાયર ફાટતાં કાર સાથે અથડાતા ૧નું મોત

ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ અવાર નવાર અકસ્માતના બનાવ બને છે. ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જયારે અન્ય ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજી વાળાની ય્ત્ન૧૪ઠ ૯૭૮૧ બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે જીપનું ટાયર ફાટ્યું હતું.
તેના કારણે ચાલકે કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી અલ્ટો કાર ય્ત્ન૦૧દ્ભડ્ઢ ૨૭૫૫ ને ધડાકાભેર અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામના જયાબેન ઊંધાડ (ઉ.વ. ૭૧)નું મોત નીપજ્યું હતું. જ્યારે ઉદાભાઈ અને એક યુવાનને ઇજા થતાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો. અકસ્માતના બનાવના પગલે તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. અકસ્માત થતા બોલેરો ચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
Recent Comments