બ્યુટી કેર- આ 5 ઘરેલુ નુસ્થાથી મેળવવો ડેડ સ્કિનથી છુટકારો, જાણો મુલાયમ સ્કીન માટે શું કરવું જોઈએ…
બ્યુટી કેર- આ 5 ઘરેલુ નુસ્થાથી મેળવવો ડેડ સ્કિનથી છુટકારો, જાણો મુલાયમ સ્કીન માટે શું કરવું જોઈએ…
આજે અમે આપને બ્યુટી કેર ટિપ્સ વિશે જણાવીશું કે જે તમારી ડેડ સ્કિનથી તમને છુટકારો અપાવશે..
મધઃ પલાળેલી બદામની પેસ્ટમાં મધ ભેળવીને ચહેરા પર આખી રાત લગાવવાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. થોડીવાર લગાવ્યા બાદ ચહેરા પર મસાજ કરો.
ઓટ્સઃ ત્વચાની અશુદ્ધિઓ દૂર કરવા માટે ઓટ્સને દહીંમાં મિક્સ કરીને ફેસ સ્ક્રબ તરીકે ઉપયોગ કરો. તે ત્વચાના મૃત કોષોને દૂર કરવા માટે ફાયદાકારક છે.
પપૈયુ: આ ઘરેલું ઉપાય અપનાવવાથી ત્વચાના મૃત કોષો જ નહીં પરંતુ ટેન પણ દૂર કરી શકાય છે. પપૈયું લો અને તેને મેશ કરો અને ચહેરા પર લગાવો.
ચોખા: ત્રણ ચમચી ચોખાનો લોટ લો અને તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને એક્સફોલિએટ કરો. તેનાથી ચહેરા પર સરસ ચમક આવશે.
કાચું દૂધ: તે ચહેરાને હાઇડ્રેટ અને નરમ બનાવવામાં મદદ કરે છે. એક બાઉલમાં 4 થી 5 ચમચી કાચું દૂધ લો અને તેમાં એક ચમચી રવો ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર મસાજ કરો
Recent Comments