રાષ્ટ્રીય

બ્યુટી ટિપ્સ: સારી ચમક લાવવા માટે 5 ખાદ્ય પદાર્થોને તમારા આહારમાં સામેલ કરો… 

બ્યુટી ટિપ્સ: સારી ચમક લાવવા માટે 5 ખાદ્ય પદાર્થોને તમારા આહારમાં સામેલ કરો… 

બ્યુટી ટિપ્સ: ચહેરા પર સારી ચમક લાવવા માટે લોકો ઘણી મહેનત કરતા હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ચહેરા પર ચમક લાવવા માટે તમારે ક્યા ખાદ્ય પદાર્થો આહારમાં સામેલ કરવા જોઈએ…

અખરોટમાં હાજર વિટામિન E ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે. ઉપરાંત, અખરોટમાં બાયોટિન પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાની સંભાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે દરરોજ પલાળેલા અખરોટ ખાઈ શકો છો.

વિટામિન ઈથી ભરપૂર બદામ મગજને તેજ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. બદામ તંદુરસ્ત ચરબીનો સારો સ્ત્રોત છે.

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવતી બ્રોકોલી ત્વચાને સ્વસ્થ રાખવા માટે સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેના એન્ટી-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ સામે લડે છે. જો તમે ઈચ્છો તો દરરોજ યોગ્ય માત્રામાં બ્રોકોલીનું સેવન કરી શકો છો.

વિટામીન E ઉપરાંત ગાજરમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે તેને તમારા આહારમાં શાકભાજી, સલાડ અથવા સ્મૂધી તરીકે સામેલ કરી શકો છો 

સૂર્યમુખીના બીજ ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. તેના સેવનથી શરીરમાં વિટામિન E ની ઉણપ પૂરી થાય છે.

Related Posts