બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્ર્સ પ્રાણીઓ માટે કમ્પાઉન્ડ ફીડનું ઉત્પાદન કરતી એકમ પર દરોડા
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અધિકારીઓ દ્વારા ૈંજીૈં માર્ક વગર પ્રાણીઓ માટે કમ્પાઉન્ડ ફીડના ઉત્પાદનમાં સામેલ. મેસર્સ ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ, જવાહર એનિમલ ફૂડ પ્રોડ્યુસર ઇન્સ્ટિટ્યૂટ, ૫૪ સાકરી રોડ, જવાહર મેડિકલ કોલેજ, મોરેન, ધુલે, મહારાષ્ટ્ર- ૪૨૪૦૦૧ પર ૧૨-૦૭-૨૦૨૪ ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, પેઢીમાંથી નકલી ૈંજીૈં માર્ક ધરાવતી મિશ્રિત પશુ આહારની લગભગ ૧૩૭૮ થેલીઓ (૬૮.૯ સ્) જપ્ત કરવામાં આવી હતી. ઉપરોક્ત પેઢી પાસે પ્રાણીઓ માટે કમ્પાઉન્ડ ફીડ માટે મ્ૈંજી લાયસન્સ
ન હતું. જેથી ઉપરોક્ત પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા સૂચિત ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવે છે જે નિર્ધારિત કરે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક ચિહ્ન (ૈંજીૈં) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદનું ઉત્પાદન કરશે નહીં. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્ર્સ એક્ટ, ૨૦૧૬ની કલમ ૧૭ના ઉલ્લંઘન બદલ ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના સ્ટાન્ડર્ડ માર્કનો ઉપયોગ કરનાર કોઈપણ સામે પગલાં લેવામાં આવશે. આ ગુનામાં બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા ?૨,૦૦,૦૦૦/-નો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
ઘણા ઉત્પાદકો સામાન્ય રીતે લોકોને છેતરવા માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના લાયસન્સ વગર નકલી (ૈંજીૈં) માર્ક મૂકીને આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે સામાન્ય લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે દુરુપયોગની પ્રાપ્ત/સંગ્રહિત માહિતી અનુસાર શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. ભારતીય માનક બ્યુરોના પ્રમાણપત્રના દુરુપયોગ અંગેની માહિતી ધરાવતી અથવા ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતા ઉત્પાદના ઉત્પાદકો વિશે કોઈપણ પ્રકારની માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિ ચીફ, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, સુરત શાખા કચેરી, પ્રથમ માળ, દૂરસંચાર ભવન,નો સંપર્ક કરી શકે છે. કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ – ૩૯૫૦૦૧ (ટેલિફોન – ૦૨૬૧-૨૯૯૦૦૭૧). જેર્હ્વ-હ્વૈજજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ અથવા ષ્ઠદ્બીઙ્ઘજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Recent Comments