બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું છે. સુનકે પ્રધાનમંત્રી બોરિસ જાેનસનને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. તેમાં તેમણે તેમની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. ઋષિ સુનકે પોતે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જનતા આશા કરે છે કે સરકાર યોગ્ય, ગંભીર અને સક્ષમ રીતે સંચાલિત થશે પરંતુ ઘણીવાર આમ થતું નથી. બની શકે કે એક મંત્રીના રૂપમાં આ મારી અંતિમ નોકરી હોય પરંતુ મારું માનવું છે કે આ માપદંડો માટે લડાઇ લડવી જાેઇએ. એટલા માટે જ હું પ્રધાનમંત્રી બોરિસની કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.
બ્રટનના નાણામંત્રી ઋષિ સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રાજીનામું આપ્યું

Recent Comments