બ્રહ્મપુત્રામાં ટનલ બનાવાશે : ચીનને લપડાક અપાશે
ટનલ બ્રહ્મપુત્રા નદીની ઉપર ઉત્તરમાં જામુગુરિહાટથી દક્ષિણના કાંઠે સિલ્ઘાટ સુધીની હશે. આ ટનલનો ખર્ચ ૬,૫૫૦ કરોડ રુપિયા આવશે. આસામ સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ટનલ આસામના કમ્યુનિકેશનના સમગ્ર સિનારિયોને બદલી શકે છે. અગાઉ આસામ સરકારે જ વિધાનસભામાં જણાવ્યું હતું કે ચીન અરૃણાચલ પ્રદેશની સરહદ નજીકને સાંકળતા પાંચ રસ્તા ધરાવે છે, પણ ભારત એકમાત્ર રસ્તો બોમ્બડિલા દ્વારા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે મને જણાવ્યું હતું કે તે સંરક્ષણ પ્રધાન સાથે આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરશે. તેમણે મને પણ રાજનાથસિંહ સાથે આ અંગે ચર્ચા કરવા કહ્યું છે. આ ભારતીય લશ્કર માટેનો પ્રાયોરિટી પ્રોજેક્ટ છે. જાે અમને ટનલના બાંધકામનો એન્જિનિયરિંગ પ્લાન મળે તો આપણે બે વધુ ટનલો બાંધી શકીએ છીએ.અરૂણાચલ પ્રદેશ પર ચીનના આક્રમક વલણને ધ્યાનમાં રાખતા સરકાર આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવાનું આયોજન ધરાવે છે. તેના લીધે ભારત-ચીન સરહદ પર ભારતીય લશ્કર સરળતાથી હેરફેર કરી શકશે. જાે કે આ ટનલના લીધે લશ્કરની હેરફેર સરળ થવા ઉપરાંત સમગ્ર આસામની સ્થિતિ પણ બદલાઈ જશે. આસામના મુખ્યપ્રધાન હિમન્તા બિસ્વા સરમાએ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના વરિષ્ઠ અધિકારીઓ સાથે બ્રહ્મપુત્રના નદીની નીચેની ટનલ અંગે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન એડિશનલ ડીજી પીકેએચ સિંઘે પ્રસ્તાવિત ટનલ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
Recent Comments