ગુજરાત

બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુની ૪૯મી નિર્માણતિથિ ૨૧ કુંડી લઘુરુદ્ર યજ્ઞ

અમદાવાદ સરખેજ સ્થિત ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુની ૪૯મી નિર્માણતિથિ નિમિત્તે સવારે સમાધી પૂજન, બપોરે વિશાળ સંતભંડારો તેમજ ૬૧ દંમપતિઓના જોડા સાથે ૨૧  કુંડીય હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન થયું જેમાં કાજલબેન મહેરીયા,સંગીતાબેન લાબડીયા,હરેશદાન ગઢવી,હકાભા ગઢવી અને પરેશ વડીયા દ્વારા સંતવાણી કરવામાં આવી. જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત ઋષિ ભારતી બાપુના જણાવ્યા મુજબ કબરાવ ધામથી મણીધર બાપુ, લંબે નારાયણ આશ્રમના મહંત મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતીજી.મહામંડલેશ્વર શ્રી કલ્યાણાનંદ ભારતીબાપુ, ગોવિંદ બાપુ વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts