બ્રહ્મલીન પૂજ્ય સંત શ્રી મોહનગીરીબાપુની 12 મી પુણ્યતિથિ આગામી તારીખ 20/6/2022 ને સોમવારના રોજ મહોત્સવ રૂપે ઉજવવામાં આવશે.જુનાગઢ થાણાપતિ મહંતશ્રી લહેરગીરી બાપુ ના સાનિધ્યમાં ગૌધામ કોટીયા (તા. મહુવા) ખાતે ધર્મ સભા અને સન્માન સમારંભ વગેરે જેવા કાર્યક્રમો યોજાશે. રાત્રિના લક્ષ્મણબાપુ બારોટ, બીરજુ બારોટ, ભોજાભાઇ ભરવાડ, પોપટ ભાઈ માલધારી ના કંઠે 9:00 સંતવાણી નો કાર્યક્રમ પણ યોજાશે. આ દિવસે તળાજા તાલુકાના દેવળિયા ગામ ના (ધાર) ગુરુ દત્તાત્રેય આશ્રમ થી સવારના 8:00 ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી ને 12:00 ગુરુ દત્તાત્રેય આશ્રમ કોટીયા પહોંચશે.જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો સહિતના સૌ જોડાશે. આ મહોત્સવમાં સંત દર્શન, ભજન સંતવાણી તેમજ ભોજન પ્રસાદ લેવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે
બ્રહ્મલીન પૂજ્ય સંત શ્રી મોહનગીરીબાપુની 12 મી પુણ્યતિથિ આગામી તારીખ 20/6/2022 ને સોમવારના રોજ મહોત્સવ રૂપે ઉજવવામાં આવશે

Recent Comments