બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા શ્રી શક્તિ નવરાત્રીના નવમા નોરતે ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટીશન યોજાઇ
સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ ના નવમા નોરતેટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટીશન યોજાઇ.
બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા છેલ્લા નવ વર્ષથી દર વર્ષે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના બ્રહ્મ પરીવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ખેલૈયા ભાઈઓ-બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઢોલના ધબકારે મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવતા જોવા મળેલ. નવરાત્રીના નવમા નોરતે પાંચ વર્ષથી અઢાર વર્ષના બાળકો માટે ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટીશન યોજાયેલ. જેમાં ૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Recent Comments