બ્રહ્માકુમારી દ્વારા ગારીયાધારના પોલીસ સ્ટેશનના કર્મચારીઓને રક્ષા બાંધીને રક્ષાબંધનની પવિત્ર ઉજવણી કરવામાં આવી
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા જિલ્લાના વિવિધ કચેરીઓ ખાતે જઈને ઈશ્વરના ઘરની રાખડી બાંધવામાં આવે છે.આ અન્વયે બ્રહ્માકુમારી સંસ્થાની આ બહેનો દ્વારા આજે ગારીયાધારના પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.બ્રહ્માકુમારીની બહેનો દ્વારા પોલીસ સ્ટેશનના કર્મીઓને રક્ષા બાંધીને પરમાત્માનો સંદેશ દરેક આત્મા શોધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જીવનમાં શાંતિ અને દુઃખના કારણે એવાં અવગુણો અને બુરાઈઓને છોડીને શુભ સંકલ્પોની ગાંઠ બાંધી બહેનોના પવિત્ર પ્રેમનો ધાગો આ પોલીસ કર્મચારીઓના કાંડે બાંધવામાં આવ્યો હતો.પોલીસ કર્મીઓ સમાજમાં શાંતિની સ્થાપના સાથે બહેનોની મુશ્કેલીના સમયે તેમની સાથે ઉભાં રહે તેવી અપેક્ષા તેમણે આ તકે વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, બ્રહ્માકુમારીની બહેનો દ્વારા અત્યાર સુધી જી.ઈ.બી., બસ સ્ટેશન સહિતની વિવિધ કચોરીઓમાં જઈને આ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે.
Recent Comments