બ્રહ્માસ્ત્રની રીલિઝ પહેલાં પાર્ટ ૨નું પ્લાનિંગ

કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન દ્વારા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રની રીલિઝ માટે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મને ત્રણ ભાગની સીક્વલમાં રજૂ કરવાનો પ્લાન છે. પહેલી ફિલ્મની રીલિઝ પહેલા જ સીક્વલની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેમાં રણબીર-આલિયા ઉપરાંત રણવીર સિંહ-દીપિકા પાદુકોણનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે. બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની વચ્ચે ૯મી સપ્ટેમ્બરે બ્રહ્માસ્ત્ર રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મના ગ્રાફિક્સ, એક્શન અને સ્ટોરીના કારણે તેના બ્લોકબસ્ટર જવાની કરણ જાેહરને આશા છે. તેથી સેકન્ડ પાર્ટની તૈયારીઓ પણ ચાલી રહી છે. તેમાં રણબીર અને આલિયાની સાથે દીપિકા અને રણવીરનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે.
ફિલ્મને અપેક્ષા મુજબનો રિસ્પોન્સ મળે તો સીક્વલમાં બે નવા સ્ટાર ઉમેરાશે. સેકન્ડ પાર્ટની તૈયારીના ભાગરૂપે જ બ્રહ્માસ્ત્રમાં રણવીર-દીપિકાનો કેમિયો રખાયો છે અને આ કેમિયોથી જ સેકન્ડ પાર્ટની સ્ટોરી આગળ વધશેલ્ કરણ જાેહરે અગાઉ ટાઈગર શ્રોફ સાથે ૧૫૦ કરોડની ફિલ્મ સ્ક્રૂ ઢીલા પ્લાન કરી હતી. વર્તમાન સ્થિતિને જાેઈને ટાઈગર સાથેની ફિલ્મ કરણ જાેહરે પડતી મૂકી છે. જાે કે બ્રહ્માસ્ત્ર પર કરણ અને ટીમને મોટી આશા છે. ફિલ્મ પહેલા દિવસથી જ બ્લોકબસ્ટર સાબિત થવાની ગણતરી સાથે તેમણે સેકન્ડ પાર્ટની તૈયારી શરૂ કરી દીધી છે. બ્રહ્માસ્ત્રની રીલિઝ બાદ આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.
Recent Comments