‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મે પહેલા સોમવારે બોક્સ ઓફિસ પર ૧૪ કરોડનું કલેક્શન કર્યું
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર પહેલા દિવસથી કમાણીમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે ત્રીજા દિવસે ૪૫ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતમાં ફર્સ્ટ વીકેન્ડમાં ૧૨૫ કરોડની કમાણી કરી છે. છેલ્લા છ વર્ષમાં વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બની છે. આ સાથે જ ફિલ્મે વર્લ્ડવાઇડ ૨૨૫ કરોડનો બિઝનેસ કર્યો છે. રિપોર્ટ્સના અનુસાર, ફિલ્મના ચોથા દિવસે પણ જબરદસ્ત એડવાન્સ બુકિંગ થયું છે. આવી સ્થિતિમાં ચોથા દિવસે પણ બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી એવી કમાણી કરશે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મના હિન્દી વર્ઝનની ૧૪ કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ અને ક્ષેત્રીય ભાષાઓમાં લગભગ ૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ અંદાજાે છે હિન્દી વર્ઝનનો ઘટાડો લગભગ ૫૫% હશે કેમ કે વિવિધ જગ્યાએ ૫૦-૬૦ ટકા સુધીનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. તે સાથે જ હિન્દી વર્ઝન લગભગ ૧૧૮ કરોડની કમાણી કરશે અને ટિકિટ વિન્ડો પર તેનું વેચાણ લગભગ ૧૫૦ કરોડ જેટલું થશે. ફિલ્મનો બીજાે શુક્રવાર બોક્સ ઓફિસ નંબરોના મામલે મહત્ત્વપૂર્ણ હશે. મુંબઈ શહેરમાં ફિલ્મનું ૩ડ્ઢ વર્ઝન સારી એવી કમાણી કરી રહી છે, પરંતુ કોલકાતા જેવા અન્ય મેટ્રો શેહેરમાં પરિસ્થિતિ થોડી અલગ છે. ફિલ્મ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સારી એવી કમાણી કરી રહી છે. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું બજેટ ૪૧૦ કરોડ છે. ફિલ્મે ભારતમાં પહેલા દિવસે ૩૬ કરોડનો બિઝનેસ કર્યો હતો.
બીજા દિવસે ૪૨ કરોડ તથા ત્રીજા દિવસે ૪૫ કરોડની કમાણી કરી હતી. રવિવાર, ૧૧ સપ્ટેમ્બરના રોજ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ બે દિવસનું કલેક્શન શૅર કરીને આભાર પ્રગટ કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘પ્રેમથી મોટું આ દુનિયામાં કોઈ બ્રહ્માસ્ત્ર નથી. આ વીકેન્ડમાં થિયેટરમાં જઈને પોતાનો પ્રેમ બતાવવા માટે તમામ દર્શકોનો આભાર.’ ઇન્ડસ્ટ્રી ટ્રેકિંગ પોર્ટલના મતે, ‘બ્રહ્માસ્ત્ર’ના હિંદી વર્ઝનનું ઓપનિંગ વીકેન્ડનું બુકિંગ ૨૨.૨૫ કરોડ રહ્યું. ફિલ્મના તેલુગુ વર્ઝનની ૯૮ લાખ તથા તમિળની ૧૧.૧ લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ છે. કન્નડ, મલયાલમ વર્ઝનનું એડવાન્સ બુકિંગ ઓછું થયું હતું.
Recent Comments