fbpx
બોલિવૂડ

‘બ્રહ્માસ્ત્ર ૨’માં એન્ટ્રીને લઈને હૃતિકે મૌન તોડ્યું, કહ્યું આ વાત…

જ્યારથી બ્રહ્માસ્ત્ર પાર્ટ ૧ઃ શિવા રિલીઝ થયો છે, ફેન્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ ૨ઃ દેવ’માં કયું પાત્ર ભજવવા માટે અભિનેતા કોણ હશે? હૃતિક રોશન તે અભિનેતાઓમાંનો એક છે જેણે આ ભૂમિકા નિભાવવાની અફવા છે. હવે તેના પર હૃતિક રોશનની પ્રતિક્રિયા સામે આવી છે. હૃતિકે જણાવ્યું કે, તે અયાન મુખર્જીની ફેન્ટસી ટ્રાયલોજીના બીજા ભાગમાં જાેવા મળી શકે છે. ‘બ્રહ્માસ્ત્ર ભાગ ૧’ માં રણબીર કપૂરે શિવાની ભૂમિકા ભજવી હતી અને આલિયા ભટ્ટે ઈશાની ભૂમિકા નિભાવી હતી. અયાને બ્રહ્માસ્ત્ર પાર્ટ ૨ વિશે કહ્યું હતું કે તે વિરોધી દેવ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા અતીત અને વર્તમાનની વચ્ચે સ્વિચ કરશે. જાે કે, હૃતિકે આ વાતની પુષ્ટિ નથી કરી કે તે દેવની ભૂમિકા નિભાવશે, તેણે કહ્યું કે, તે કોઈપણ પ્રોજેક્ટ્‌સ સાથે જાેડાવવાની સંભાવના છે. હાલમાં હૃતિકને ‘બ્રહ્માસ્ત્ર’ તથા નિતેશ તિવારીની ‘રામાયણ’માં કાસ્ટ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

એકટરે કહ્યું હતું, ‘આ શું થઈ રહ્યું છે? કંઈ જ થતું નથી. મારી આગામી ફિલ્મ ‘ફાઇટર’ છે. ત્યારબાદ તમામ પ્રોજેક્ટ્‌સ સાથે જાેડાવવાની સંભાવના છે. તમે જે અંગે વાત કરી રહ્યો છે તે માટે ‘ફિંગર્સ ક્રોસ્ડ.’ ઉલ્લેખનીય છે કે ‘બ્રહ્માસ્ત્ર’નો બીજાે બાગ દેવ પર બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફાઈટરમાં હૃતિક રોશન પહેલી વખત દીપિકા પાદુકોણની સાથે સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. તે સિવાય અનિલ કપૂર પણ તેમાં મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. હૃતિક અત્યારે પોતાની ફિલ્મ વિક્રમ વેધાની રિલીઝની તૈયારી કરી રહ્યો છે જે ૩૦ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. પુષ્કર અને ગાયત્રી દ્વારા નિર્દેશિત, એક્શન ક્રાઈમ થ્રિલર ભારતીય લોકકથા વિક્રમ અને બેતાલ પર આધારિત છે. આ દરમિયાન અયાન મુખર્જીએ કહ્યું કે, તે ૨૦૨૫માં બ્રહ્માસ્ત્ર ભાગ ૨ને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યો છે.

Follow Me:

Related Posts