રાષ્ટ્રીય

બ્રાઝિલની પૂર્વ મોડલનું રશિયાના મિસાઈલ હુમલામાં મોત

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં યુક્રેનના અનેક લોકોની મોત થયા છે. યુક્રેનના અનેક શહેર જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયા છે. ગત ૩૦ જૂનના રોજ રશિયાએ યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રના ખારકીવ શહેર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ જ હુમલામાં બ્રાઝિલની ૩૯ વર્ષીય પૂર્વ મોડલ થાલિતા દો વાલેનું મોત થઇ ગયુ છે. થલિતાને યુદ્વનો અનુભવ હતો – આ હુમલામાં બ્રાઝિલના ભૂતપૂર્વ સૈનિક ૪૦ વર્ષીય ડગ્લાસ બુરિગોનું પણ મૃત્યુ થયું હતું, તે થલિતાને શોધવા બંકરમાં પાછા ગયા હતા. અન્ય યુક્રેનિયન લડવૈયાઓના જણાવ્યા અનુસાર, પ્રથમ મિસાઈલ હુમલા પછી થલિતા જૂથની એકમાત્ર જીવિત મહિલા સભ્ય હતી. થલિતાને યુદ્વ કરવાનો અનુભવ પણ હતો. તે ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ સામે પણ યુદ્વ લડી ચૂકી હતી. થલિતાએ યુટ્યુબ ચેનલ પર યુક્રેન યુદ્વ પર એક ડોક્યુમેન્ટ્રી પણ કરી હતી.

તેણે ઇરાકના સ્વતંત્ર કુર્દીસ્તાન ક્ષેત્રના સૈન્ય દળ, પેશમાર્ગસમાં જાેડાયા પછી સ્નાઈપરની તાલીમ લીધી હતી. થલિતા મોડલ હોવાની સાથે કાયદાની વિદ્યાર્થિની પણ હતી. આ સિવાય થલિતા એનજીઓ સાથે મળીને પશુ બચાવ અભિયાનમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તેણે મોડલ અને અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. રેસ્ક્યૂ ટીમ સાથે શાર્પશૂટર તરીકે કામ કરી રહી હતી – તેના ભાઈ થિયો રોડ્રિગો વિએરાએ તેને જીવન બચાવવા અને માનવતાવાદી મિશનમાં ભાગ લેવા બદલ હીરો ગણાવી હતી. રોડ્રિગોએ કહ્યું કે, થલિતા માત્ર ત્રણ અઠવાડિયા માટે યુક્રેનમાં હતી. ત્યાં તે રેસ્ક્યૂ ટીમ સાથે શાર્પશૂટર તરીકે કામ કરી રહી હતી. રોડ્રિગોના જણાવ્યા અનુસાર, તેણે તેની બહેન સાથે સોમવારે છેલ્લી વખત વાત કરી હતી, જે બાદ પછી તે ખાર્કિવ તરફ જઈ રહી હતી. તે યુદ્વમાં રશિયાની સેનાઓને આગળ વધારવામાં કવર કરતી હતી.

Related Posts