રાષ્ટ્રીય

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિય ફોન પર ૨ જ વ્યક્તિ સાથે વાત કરતા હતા?.., શું નામ જાણવું છે?..

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ૯૬ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતિય દુનિયાના કેટલાક શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક હતા. આટલી ઉંમરે પણ તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હતા. પરંતુ સોશિયલ મીડિયા ઉપરાંત તેઓ પોતાના ફોનનો ઉપયોગ કોની સાથે વાત કરવા માટે કરતા હતા તે ખાસ જાણવા જેવું છે. શાહી પરિવારની જાણકારી ધરાવતા એક પત્રકારે જણાવ્યું કે બે લોકો સાથે વાત કરતા હતા અને તેમા તેમના એક પણ પુત્ર સામેલ નહતા. અને આ બ્રિટિશ પત્રકાર જાેનાથન સેકરડોટી કે જેમણે શાહી પરિવાર સંબંધિત સમાચારોને મોટાપાયે કવર કર્યા છે, તેમણે ‘રોયલ્ટી અસ’ પોડકાસ્ટના એક એપિસોડ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. અને જણાવ્યું હતું કે ‘રાણી એક સેમસંગ મોબાઈલ વાપરે છે જે એન્ટી હેકર એન્ક્રિપ્શન સાથે આવે છે. જેથી કરીને કોઈ પણ તેમના ફોનને હેક કરી શકે નહીં. રાણી મોટાભાગે ફોન પર ફક્ત બે વ્યક્તિ સાથે વાત કરે છે.’ તમને જાણી ને નવી લાગશે કે મહારાણી એલિઝાબેથ દ્વિતિય ફક્ત આ બે સાથે જ કરતા હતા ફોન પર વાત શું વિશ્વાસ નથી થતો ને. તમને પણ એમ થતું હશે કે આ બે ખુશનસીબ વ્યક્તિ કોણ હશે જેમના ફોન રાણી ઉઠાવતા હતા અને વાતો કરતા હતા. સેકરડોટીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના મોબાઈલ ફોન પર ફક્ત પુત્રી રાજકુમારી એની અને પોતાના રેસિંગ મેનેજર જ્હોન વોરેનના કોલના જ જવાબ આપતા હતા. સ્પષ્ટ છે કે આ બંને લોકો ગમે ત્યારે રાણી સાથે વાત કરી શકતા હતા. રાણી દુનિયામાં ગમે ત્યાં હોય, જાે આ બંનેમાંથી કોઈનો પણ ફોન આવે તો તે કોલનો તરત જવાબ આપતા હતા.

આ અગાઉ પણ રાણી અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. અત્રે જણાવવાનું કે રેસિંગ મેનેજર જ્હોન વોરેન રાણીના મિત્રના જમાઈ છે. વોરેન રાણીના બ્લડસ્ટોક અને રેસિંગ એડવાઈઝરના પ્રતિષ્ઠિત પદે છે. એવું કહેવાતું હતું કે રાણી પાસે પાસપોર્ટ નહતો કારણ કે તેઓ સમગ્ર દુનિયામાં ગમે ત્યાં મુસાફરી કરી શકતા હતા. આ ઉપરાંત તેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહતું કારણ કે બ્રિટનમાં ફક્ત ક્વિન એલિઝાબેથને જ ગાડી ચલાવવા માટે લાઈસન્સની જરૂર નથી. સેકન્ડ વર્લ્ડ વોર સમયે તેમણે તેમના માતા પિતા પાસેથી પરમિશન લઈને એમ્બ્યુલન્સ અને ટ્રક ચલાવતા શીખ્યા હતા. જેથી કરીને લોકોની મદદ કરી શકાય. અને તમને એ જાણી ને નવાઈ લાગશે કે એલિઝાબેથ ખુબ ચંચળ અને ટીખળી સ્વભાવના હતા. તેઓ મજાકીય અંદાજમાં પણ જાેવા મળતા હતા. તેઓ લોકોની નકલ ઉતારવામાં એક્સપર્ટ હતા. અને ભલે તેઓ મહારાણી હતા પરંતુ તેમણે ક્યારેય ટેક્સ આપવાની ના પાડી નથી. વર્ષ ૧૯૯૨થી તેઓ ટેક્સ ભરતા હતા. અને એક વાત છે સૌ કોઈને નહિ ખબર નહિ હોય કે એલિઝાબેથના માતા અને નાની તેમને પ્રેમથી લિટલ લિલિબેટ કહેતા હતા.

Related Posts