બ્રિટનની કોર્ટમાંથી નીરવ મોદીને મળ્યો ઝટકો,ભારત લાવવાનો છે રસ્તો સાફ
લંડનની કોર્ટે બુધવારે પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના મામલે લગભગ બે અરબ ડોલરની છેતરપિંડી કરવા તથા બ્લેકમનીને વ્હાઇટ બનાવવાના આરોપોનો સામનો કરવા માટે હીરાના વેપારી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે. જજ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને ન્યાયાધીશ રોબર્ટ જેએ ફેંસલો સંભળાવ્યો છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં નીરવની અપીલ પર સુનાવણીની અધ્યક્ષતા કરી હતી. દક્ષિણ-પોર્વ લંડનની વેંડ્સવર્થ જેલમાં બંધ ૫૧ વર્ષીય નીરવને ગત ફેબ્રુઆરીમાં જિલ્લા ન્યાયાધીશ સૈમ ગૂજીની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટની પ્રત્યાર્પણના પક્ષમાં આપવામાં આવેલી વ્યવસ્થા વિરૂદ્ધ અપીલ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. કોર્ટમાં અપીલ પર સુનાવણીની અનુમતિ બે આધાર પર કરવામાં આવી હતી.
યૂરોપીય માનવાધિકાર કરાર (ઇસીએચઆર) ના અનુચ્છેદ ૩ ના અંતગર્ત જાે નીરવની માનસિક સ્થિતિને જાેતાં તેનું પ્રત્યાર્પણ અયોગ્ય અથવા દમનકારી છે તો દલીલો પર સુનાવણી કરવાની અનુમતિ આપી હતી અને માનસિક સ્વાસ્થ્યથી જ સંબંધિત પ્રત્યાર્પણ અધિનિયમ ૨૦૩૩ ની કલ ૯૧ અંતગર્ત તેની અનુમતિ આપવામાં આવી. નીરવ પર બે કેસ છે. એક છેતરપિંડીથી લોન કરાર કરવા અને સહમતિ પત્ર પ્રાપ્ત કરીને પીએનબી સાથે મોટાપાયે છેતરપિંડી કરવા સંબંધિત કેસ જેમાં સીબીઆઇ તપાસ કરી રહી છે અને બીજું તે છેતરપિંડીથી પ્રાપ્ત કાળા નાણાને વ્હાઇટમાં બદલવા સંબંધિત ઇડીની તપાસવાળો કેસ છે. તેના પર પુરાવાને ગાયબ કરવા અને સાક્ષીઓને ડરાવવા ધમકાવવાના બે વધારાના આરોપ પણ છે જે સીબીઆઇના કેસ ઉમેરવામાં આવ્યા છે.
Recent Comments