બ્રિટનમાં એક ભારતીય વિદ્યાર્થી છેલ્લા બે દિવસથી ગુમ છે. આ વિદ્યાર્થીનું નામ જીએસ ભાટિયા છે. ભાટિયાએ બ્રિટનની લોફબોરો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તે છેલ્લે ૧૫ ડિસેમ્બરે પૂર્વ લંડનના કેનેરી વ્હાર્ફમાં જાેવા મળ્યો હતો અને ત્યારથી તે ગુમ છે. પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા મનજિંદર સિંહ સિરસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર ટિ્વટ કરીને વિદેશ મંત્રી એસ જયશંકરને મદદ માટે અપીલ કરી છે.
મનજિન્દર સિંહ સિરસાએ લખ્યું, લોફબરો યુનિવર્સિટીના વિદ્યાર્થી જીએસ ભાટિયા ૧૫ ડિસેમ્બરથી ગુમ છે.. મનજિન્દર સિંહએ જણાવ્યું કે તેને છેલ્લે ઈસ્ટ લંડનમાં કેનેરી વ્હાર્ફમાં જાેવા મળ્યો તો. મનજિન્દર સિંહ સિરસાએ વિદ્યાર્થી જીએસ ભાટિયાને શોધવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર, ભારતીય હાઈ કમિશન, લંડન અને લોફબોરો યુનિવર્સિટીની મદદ માંગી છે. સિરસાએ તે વિદ્યાર્થીની રહેઠાણ પરમિટ અને કૉલેજ આઈડી કાર્ડ પણ શેર કર્યા છે. બીજેપી નેતાએ લોકોને આ સમાચાર શેર કરવા કહ્યું છે. આ ઉપરાંત, બે નંબર પણ શેર કરવામાં આવ્યા છે, જેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને તેમના સંબંધિત કોઈપણ માહિતીના કિસ્સામાં સંપર્ક કરી શકાય છે.
Recent Comments