fbpx
રાષ્ટ્રીય

બ્રિટનમાં જનજીવન ઠપ થયું: આર્મી ડ્રાઈવર ભરોષે બન્યો દેશ

બ્રિટન જેવા વિકસિત અને સાધન સંપન્ન દેશમાં આવી સ્થિતિ સર્જાવાનું કારણ જાણવું જરૂરી છે. બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં દેશમાં ભારે વાહન ચલાવતા ડ્રાઈવર્સની સંખ્યામાં ૭૦,૦૦૦ જેટલો ઘટાડો આવ્યો છે. ડ્રાઈવરની આ તંગી વિસ્ફોટ સ્તરે પહોંચી છે. હાલ દેશમાં માંગ અને પુરવઠાના ચક્રને સંતુલિત કરવા માટે વધારાના એક લાખ ડ્રાઈવર્સની જરૂર છે. લાંબા લોકડાઉન અને યાત્રા પ્રતિબંધોના કારણે અનેક વિદેશી ડ્રાઈવર્સે દેશ છોડી દીધો છે. એવી સ્થિતિ સર્જાઈ છે કે, બ્રિટન સરકાર ભારે વાહન ચલાવવા માટે ૫,૦૦૦ વિદેશી ડ્રાઈવર્સને કામચલાઉ વીઝા આપીને ૩ મહિના માટે બ્રિટન બોલાવી રહી છે. ભારે વાહનોના લાઈસન્સધારકોને આશરે ૧૦ લાખ ચિઠ્ઠીઓ મોકલવામાં આવી છે જેથી જેમણે આ કામ છોડ્યું છે તેમાંથી કેટલાક પાછા આવે.

શું તમે કદી સાંભળ્યું છે કે, વિકસિત દેશોમાં ડ્રાઈવરની એ હદે કમી આવી જાય કે, ત્યાં ઈંધણ સપ્લાય ધ્વસ્ત થઈ જાય? આશરે ૨/૩ પેટ્રોલ પંપ્સના ગળા સુકાઈ જાય? આ વાત સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પરંતુ બ્રિટનમાં હાલ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. બ્રિટનમાં ભારે વાહનોના ડ્રાવર્સની તંગી વર્તાઈ રહી છે. ટ્રક જેવા વાહનોના ચાલક ન હોવાથી નાના સપ્લાય વાહનો પર તમામ બોજાે આવી ગયો છે તથા ઈંધણના સપ્લાય પર તેની નકારાત્મક અસર પડી છે. બ્રિટનમાં આશરે ૨/૩ પેટ્રોલ પંપ પાસે ઈંધણ નથી.

તેવામાં વાહનોમાં ફ્યુઅલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર ભીડ જામી રહી છે. પેટ્રોલ પંપની બહાર વાહનોની લાંબી લાઈન લાગી છે. સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે અનેક દુકાનોમાં ખાવા-પીવાની સામગ્રીની તંગી સર્જાઈ છે. અનેક ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખાલી પડ્યા છે અને લોકો ખાલી હાથે પાછા ફરી રહ્યા છે. તે સિવાય જ્યાં સામાન છે ત્યાં ડરના માર્યા લોકો ખૂબ વધારે પડતી ખરીદી કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, પેટ્રોલ સંકટનો સામનો કરવા માટે બ્રિટન સરકાર હવે સેનાની મદદ લઈ રહી છે. સેનાના જવાનોને તૈયાર રહેવા અને જરૂર પડ્યે આ કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts