વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આફ્રિકા ખંડના ૫૪ દેશોમાંથી માત્ર પાંચ દેશો જ વર્ષાંતે વસ્તીના ૪૦ ટકા લોકોનું રસીકરણ કરવાના ધ્યેયને હાંસલ કરી શકે તેમ છે. મે મહિનામાં નક્કી કરવામાં આવેલા આ ધ્યેયને સેશલ્સ, મોરિશિયસ અને મોરોક્કો દ્વારા હાંસલ કરી લેવામાં આવ્યા છે. હવે ટયુનિસિયા અને કેપ વર્ડે પણ પણ લક્ષ્ય હાંસલ કરી લે તેમ લાગે છે. બીજી તરફ કેન્યા, રવાન્ડા અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાની રસી આપવા માટે જરૂરી સિરિન્જની અછત સર્જાઇ છે. આવતા વર્ષના આરંભે કોરોનાની રસીઓ મળવાની શરૂ થશે ત્યારે સિરિન્જાેની અછતને કારણે પ્રગતિ રૂંધાશે તેવો ભય નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. વર્ષાંતે નક્કી કરવામાં આવેલા લક્ષ્યને પાર પાડવા માટે આફ્રિકાને હજી ૨૭૫ મિલિયન ડોઝની જરૂર છે. આફ્રિકામાં માત્ર છ ટકા વસ્તીનું રસીકરણ થયું છે તેની સામે ધનિક દેશોમાં ૪૦ ટકા કરતાં વધારે વસ્તીનું રસીકરણ થઇ ગયું છે. આફ્રિકાના દસ દેશોમાં કોરોના મહામારી બેફામ ફેલાઇ રહી છે. આફ્રિકામાં કોરોનાના કુલ ૮૫ લાખ કેસો નોંધાયેલા છે અને ૨,૧૭,૦૦૦ જણાના મોત થયા છે.સોમવારથી યુકેમાં કોરોનાના ટ્રાવેલ પ્રતિબંધક રેડ લિસ્ટમાંથી બાકીના સાત દેશોને દૂર કરવામાં આવશે. સોમવારે કોલંબિયા, ડોમિનિકન રિબ્લિકન,ઇક્વાડોર,હૈતી,પનામા,પેરૂ અને વેનેઝુએલાને યુકે રેડ લિસ્ટમાંથી હટાવશે. જાે કે, રેડ લિસ્ટને નાબૂદ કરવામાં આવ્યું નથી પણ દર ત્રણ સપ્તાહે રિવ્યુ કરી નવા વેરિઅન્ટનું જાેખમ હોય તે દેશ પર પ્રવાસ નિયંત્રણો લાદવામાં આવશે. પરિવહન વિભાગે જણાવ્યું હતું કે દુનિયાના મોટાભાગના દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ પ્રભાવી બની ગયો હોવાથી યુકેમાં તેનો ચેપ પ્રસરવાનું જાેખમ ઓછું થયું છે. યુકેના પરિવહન પ્રધાન ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતંં કે પ્રવાસીઓ, બિઝનેસ અને પ્રવાસન ક્ષેત્ર માટે આ સારા સમાચાર છે. આ મહિનાના આરંભથી ભારત અને યુકેના કોરોનાની બંને રસીઓ ધરાવતાં પ્રવાસીઓએ સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની જરૂર રહી નથી. રેટ લિસ્ટમાં સમાવિષ્ટ દેશોના પ્રવાસીઓએ સરકારી માન્યતા ધરાવતાં સ્થળે દસ દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડે છે. તમામ પ્રવાસીઓએ હવે પ્રવાસ પૂર્વે પેસેન્જર લોકેટર ફોર્મ ફરજિયાત ભરવું પડશે. યુકેમાં ગુરૂવારે કોરોનાના નવા ૩૯,૮૪૨ કેસો નોંધાયા હતા. બીજી તરફ દુનિયામાં કોરોનાના નવા ૨,૩૦,૧૪૪ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૪૬,૪૮૨,૫૦૧ થઇ છે જ્યારે ૩૮૬૫ મરણ થવાને પગલે કુલ કોરોના મરણાંક ૪૯,૯૯,૮૩૬ થયો હતો. યુએસમાં કોરોનાના નવા ૭૮,૪૬૦ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા ૪૬,૬૮૫,૧૪૫ થઇ હતી અને ૧૨૦૮ જણાના મોત થતાં કુલ કોરોના મરણાંક ૭,૬૩,૭૮૪ થયો હોવાનું વર્લ્ડોમીટર વેબસાઇટ પર જણાવ્યું હતું. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૯,૮૪૯ કેસો નોંધાયા હતા અને ૧૧૬૩ના મોત થયા હતા. હવે રશિયામાં કુલ કોરોના મરણાંક વધીને ૨,૩૬,૨૨૦ થયો છે. રશિયાની કુલ ૧૪૬ મિલિયનની વસ્તીમાંથી ત્રીજા ભાગની વસ્તી આશરે ૫૧ મિલિયને જ કોરોનાની રસી લીધી છે. રસીકરણના ધીમા દરને કારણે કોરોનાના કેસો અને મરણાંક સતત વધી રહ્યા હોવાથી શનિવારથી સાત નવેમ્બર સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.
બ્રિટનમાં પ્રવાસ સરળ બની શકે

Recent Comments