બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે દાવેદારી મજબૂત કરી લીધી છે. ચોથા રાઉન્ડના વોટિંગમાં તેમને ૧૧૮ મત મળ્યા છે. આ સાથે પૂર્વ સમાનતા મંત્રી કેમી બૈડેનોચ પ્રધાનમંત્રીની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને ૫૯ મત મળ્યા હતા. ત્યારબાદ હવે રેસમાં માત્ર ત્રણ ઉમેદવાર રહી ગયા છે. કારોબાર મંત્રી પેની મોર્ડૌટ ૯૨ અને વિદેશ મંત્રી લિજ ટ્રસને ૮૬ મત મળ્યા છે. હવે આગામી રાઉન્ડમાં સુનક, પેની મોર્ડૌટ અને લિબ ટ્રસ વચ્ચે મુકાબલો થશે. ગુરૂવાર સુધી માત્ર બે ઉમેદવારો અંતિમ યાદીમાં જગ્યા બનાવશે. નોંધનીય છે કે પૂર્વ નાણામંત્રી સુનકને સોમવારે થયેલા ત્રીજા રાઉન્ડના મતદાનમાં ૧૧૫ મત મળ્યા હતા. તો બીજા રાઉન્ડમાં ૧૦૧ અને પ્રથમ રાઉન્ડમાં ૮૮ મત મળ્યા હતા. સુનક અત્યાર સુધીના બધા તબક્કામાં ટોપ પર રહ્યાં છે.
બ્રિટિશના વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનકે ચોથા રાઉન્ડમાં પણ જીત મેળવી

Recent Comments