fbpx
રાષ્ટ્રીય

બ્રિટિશરોએ ભારતમાં ૧૦ દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે

કોરોના રસીના ભારતના સર્ટિફિકેટને માન્યતા ન મળવાના કારણે ભારતમાં રસીના બે ડોઝ લઈ ચૂક્યા હોય તેવા લોકો સાથે પણ રસી ન લીધી હોય તેવું વર્તમન કરાઈ રહ્યું છે. વધુમાં કોરોના રસી અંગે ગયા મહિને બ્રિટને લાગુ કરેલા નિયમો હેઠળ અમેરિકા, ઈઝરાયેલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના રસીના પૂરા ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને ઈંગ્લેન્ડમાં ૪થી ઑક્ટોબરથી પ્રવેશની મંજૂરી અપાશે. આ દેશોના લોકોને ક્વોરન્ટાઈ થવાની જરૂર નહીં પડે. બીજીબાજુ અન્ય દેશના સંપૂર્ણ રસી ધરાવતા નાગરિકોએ આકરા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ૧૦ દિવસના હોમ આઈસોલેશનનો પણ સમાવેશ થાય છે.

ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આ નિયમોને ‘ભેદભાવપૂર્ણ’ ગણાવ્યા હતા અને ‘પારસ્પરિક કાર્યવાહી’ની ચેતવણી આપી હતી.ભારતીય કોરોના રસીના સર્ટીફિકેટને માન્યતા આપનારી બ્રિટિશ સરકારને ભારત સરકારે જાેરદાર તમાચો મારતાં દેશમાં આવનારા બ્રિટિશરો માટે ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવાનો ર્નિણય અમલમાં મૂક્યો છે. ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતાં ભારત સહિત અનેક દેશોના રહેવાસીઓ માટે બ્રિટનના વિવાદાસ્પદ નિયમ તેમજ ભારતની કોરોના રસીના સર્ટિફિકેટને બ્રિટને માન્યતા નહીં આપવાના જવાબમાં ભારતે ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવતા આ પગલું ઉઠાવ્યું છે.

પહેલા બ્રિટને ભારતમાં મૂકાનારી કોવિશીલ્ડ રસીને જ મંજૂરી પ્રાપ્ત રસીઓમાંથી બહાર રાખી હતી, જેનો ભારતે વિરોધ કરતાં ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવવાની ચેતવણી આપી હતી. ત્યાર પછી બ્રિટિશ સરકારે કોવિશિલ્ડ રસીને તો મંજૂરી આપી દીધી, પરંતુ ટેકનિકલ વાંધો ઉઠાવતાં સર્ટિફિકેટ સામે સવાલ ઉઠાવી દીધો હતો. ભારતે જાહેર કરેલો આ નિયમ ૪થી ઑક્ટોબરથી લાગુ થશે. આ નિયમો હેઠળ કોઈપણ દેશની નાગરિક્તા ધરાવનાર લોકોને કોઈ છૂટ નહીં અપાય. બ્રિટનથી આવતા દરેક પ્રવાસીઓએ ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. એટલું જ નહીં તેના માટે રસીકરણના સ્ટેટસની પણ કોઈ જાેગવાઈ રખાઈ નથી. બ્રિટનથી આવનારા પ્રવાસીએ કોરોના રસીના બે ડોઝ લઈ લીધા હોય તો પણ તેણે ક્વોરન્ટાઈન રહેવું પડશે. આ સિવાય ભારત આવવા માટે કેટલાક નિયમો નિશ્ચિત કરાયા છે. બ્રિટનથી આવનારા પ્રવાસીઓ માટે પ્રવાસના ૭૨ કલાક પહેલાં સુધીનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ તેની પાસે રાખવો પડશે. આ સિવાય એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. ભારત આવ્યાના ૮ દિવસ પછી ફરી એક વખત પ્રવાસીએ આ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ભારત આવ્યા પછી ઘર અથવા સંબંધિત સરનામા પર ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું જરૂરી પડશે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયે આ નિયમો લાગુ કરવાનો આદેશ આપી દીધો છે. બ્રિટિશ સરકારે કોરોના મહામારી સંદર્ભમાં ૪થી ઑક્ટોબરથી લાગુ થનારી નવી માર્ગદર્શિકા જાહેરા કરી હતી. તેમાં કોવિશિલ્ડ રસીનો મંજૂર રસીની યાદીમાં સમાવેશ કરાયો નહતો. ભારતે આની સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર પછી બ્રિટને કોવિશિલ્ડ રસીને મંજૂરી આપી હતી, પરંતુ ત્યાર બાદ પણ ભારતમાં રસી લગાવાતા અપાતા કોવિન સર્ટિફિકેટ અંગે સમસ્યા યથાવત્‌ રહી હતી. પરીણામે રસીને મંજૂરી મળ્યા પછી પણ ભારતીય પ્રવાસીઓને રાહત મળી નહોતી.

Follow Me:

Related Posts