રાષ્ટ્રીય

બ્રિટિશસ્ PM સુનકના ઘરમાં કાર ઘૂસતા અકસ્માત

બ્રિટનના પીએમ ઋષિ સુનકના ઘરે કાર અકસ્માત બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની સુરક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના ઘર અને ઓફિસમાં કાર અકસ્માત બાદ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા સાથે એક કાર અથડાઈ હતી. આ પછી કાર ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર અકસ્માત બાદ મોટો વિસ્ફોટ થયો હતો.માહિતી મુજબ, શંકાસ્પદ કારની ટક્કર અંગે પીએમ ઋષિ સુનકને રિપોર્ટ આપવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બ્રિટનની મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે લગભગ ૪.૨૦ વાગ્યે (સ્થાનિક સમય) વ્હાઇટહોલ પર ડાઉનિંગ સ્ટ્રીટના ગેટ સાથે કાર અથડાઈ હતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. અકસ્માત ઇરાદાપૂર્વક હતો કે માત્ર અકસ્માત હતો તે હાલ સ્પષ્ટ નથી.

Follow Me:

Related Posts