બ્રિટિશ નાગરિક છે ઈઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો
ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસનો મુખ્ય આતંકવાદી મોહમ્મદ કાસિમ સવાલા લંડનમાં એક ફ્લેટમાં રહે છે, વર્ષો પહેલા લંડનમાં આવીને સ્થાયી થયેલો મોહમ્મદ કાસિમ બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે.
આ પેલેસ્ટિનિયન આતંકવાદી બ્રિટનમાંથી જ પોતાના કાવતરાઓને અંજામ આપી રહ્યો હોવાનું સામે આવ્યું છે. બ્રિટિશ જાસૂસી સંસ્થા સ્ૈં-૫ના ધ્યાન પર આવવા છતાં, તેને અટકાવવામાં આવ્યો ન હોવાનો પણ એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરાયો છે.. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોહમ્મદ કાસિમ લંડનમાં રહીને હમાસની ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે અને બ્રિટિશ સરકાર કે ત્યાંની ગુપ્તચર સંસ્થા તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહી નથી. રિપોર્ટ અનુસાર, ૬૦ વર્ષીય મોહમ્મદ કાસિમ સવાલા ૧૯૯૦માં ગાઝા પટ્ટીથી ભાગીને બ્રિટન આવી ગયો હતો. સવાલાએ ગાઝા છોડવા માટે પોતાના સંબંધીના પાસપોર્ટનો ઉપયોગ કર્યો અને બ્રિટન આવીને નાગરિકતા મેળવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે
કે સવાલાને વર્ષ ૨૦૦૦માં બ્રિટિશ નાગરિકતા મળી હતી.. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૦૪માં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે સંકેત આપ્યો હતો કે મોહમ્મદ કાસિમ સવાલા ઈઝરાયલ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને આર્થિક મદદ કરવામાં સામેલ હતો. આ ઉપરાંત સવાલા પર હમાસ માટે સૈન્ય અને રાજકીય વ્યૂહરચના બનાવવાનો પણ આરોપ છે. જાેકે, બ્રિટનની ગુપ્તચર સંસ્થા સ્ૈં-૫એ સવાલા સામે કોઈ કાર્યવાહી કરી નથી. બ્રિટિશ સરકારનું કહેવું છે કે તેમની પાસે સવાલા વિરુદ્ધ કોઈ પુરાવા નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૦૯માં સવાલાએ એક મેનિફેસ્ટો જારી કરીને યહૂદીઓના કથિત સંહારની માંગ કરી હતી.
Recent Comments