અત્યાર સુધી ભારતમાં હનુમાન ચાલીસાના પાઠ સાંભળ્યા હશે. પરતું આશ્ચર્યનજક વાત એ છે કે, લંડનમાં હનુમાન ચાલીસાના પાઠ થયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોઇએ સપને પણ વિચાર્યું નહીં હોય કે, લંડનની પાર્લામેન્ટમાં હનુમાન ચાલીસાના પાઠ થશે અને ત્યાં હાજર રહેલા વિદેશી વ્યક્તિઓ પણ તેમાં જાેડાશે. રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી મહારાજે જ્યારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા ત્યારે કોઇ વ્યક્તિ પોતાને રોકી શક્યું નહીં. જ્યારે પાઠ શરૂ થયા ત્યારે ભારતીય લોકો પણ હાજર હતા અને તેની સાથે વિદેશી લોકો પણ ભક્તિમાં લિન્ન થયા હતા. લંડનની બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૧ હસ્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરનારી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. જેમાં રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી સહિત રાજસ્થાનની અન્ય ૬ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ સમારોહમાં મેહંદીપુર બાલાજીના મહંતે જણાવ્યું હતું કે, ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં ધાક જમાવી રહ્યા છે. જ્યારે લંડનમા બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના તિરંગાની નીચે સન્માનિત થયા ત્યારે નિશ્ચિત રૂપે ગૌરવ મહેસૂસ થાય છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન સંસ્કૃતિ યુવા સંસ્થા તરફથી કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કહ્યું કે, અમારું માથું ગર્વથી ઉપર રહે છે જ્યારે આપણા દેશની પ્રતિભાઓ વિદેશમાં જઇને દેશનું નામ રોશન કરે છે. સુરેશ મિશ્રાએ જણાવ્યું કે, છેલ્લા ૯ વર્ષમાં ૪૦૦ અપ્રવાસી ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત લંડનમાં સતત ૫ વખતના સાંસદ ડૉ. વિરેન્દ્ર શર્માએ સંબોધન કરતા કહ્યું કે, જ્યારે દેશને આઝાદી મળી ત્યારે કોઇએ વિચાર્યું ન હતું કે, એક દિવસ વિશ્વ ફલક પર ભારતીયો આ પ્રકારની ઓળખ ઉભી કરશે.
કાર્યક્રમમાં સંસ્કૃતિ યુવા સંસ્થાના સંરક્ષક કમલેશ મહેતા, લંડનનના મિનિસ્ટર ઑફ એનર્જી ક્લાઇમેંટ ડેવલપમેન્ટ બેરોનીસ વર્મા, લંડનના મેયર સુનીલ ચોપડા, ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. ચિન્મય પંડ્યા સહિત દિગ્ગજ હસ્તિઓ હાજર રહી હતી. સમારોહ બાદ સંસ્કૃતિ યુવા સંસ્થાના યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બનેલા ઋષિ સુનકનો ૪૩મોં જન્મદિવસ પાર્લામેન્ટમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. આ સાથે જ સમગ્ર પરિસમાં બેંડ વાજા અને આતાશબાજી સાથે ગૌરવવંતો
Recent Comments