ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અવાર-નવારની મુલાકાત વચ્ચે મોરેશિયસના વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. હવે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન તેમની ભારત મુલાકાત શરૂ કરવા ગુરુવારે સવારે અમદાવાદ પહોંચ્યા હતા, અને એરપોર્ટથી શહેરની એક હોટલ સુધીના ચાર કિમીના રૂટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જાેન્સનનું સ્વાગત કર્યું હતું. તેમને આવકારવા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો હોટલ તરફ રવાના થયો ત્યારે બ્રિટિશ વડા પ્રધાનનું એરપોર્ટ પર અને રસ્તા પર પરંપરાગત ગુજરાતી નૃત્ય અને સંગીત રજૂ કરતી ટુકડીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શો એરપોર્ટની બહાર શરૂ થયો હતો અને ડફનાળા અને રિવરફ્રન્ટ થઈને આશ્રમ રોડ પરથી પસાર થયો હતો. એરપોર્ટ સર્કલથી આશ્રમ રોડ પરની ફાઇવ-સ્ટાર હોટેલ સુધીના ચાર કિમીના અંતરે નિયમિત અંતરે ૪૦ જેટલા પ્લેટફોર્મ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં ફરીથી ટુકડીઓએ જ્હોન્સનનું સ્વાગત કરવા પરંપરાગત ભારતીય નૃત્યો રજૂ કર્યા હતા.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સનનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું

Recent Comments