ગુજરાત

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સને સાબરમતી આશ્રમની લીધી મુલાકાત

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સનની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે જ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જાેન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી (ગાંધી) આશ્રમની મુલાકાત લીધી હતી. બોરિસ જાેન્સને વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય છે તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ વિશ્વને પૂરું પાડ્યું છે. આ મુલાકાત દરમિયાન બોરિસ જાેન્સનને સાબરમતી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો ભેટ સ્વરૂપે અપાયા હતા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ ચરખો કાંતતા જાેવા મળ્યા હતા.

Related Posts