fbpx
રાષ્ટ્રીય

બ્રિટિશ હાઈ કમિશનની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઈ કમિશન પરિસરમાં ખાલિસ્તાન સમર્થકોના વિરોધ દરમિયાન ત્યાં લહેરાવવામાં આવેલા ત્રિરંગાને નીચે ઉતારવાની ઘટના બાદ બુધવારે હાઈ કમિશનની બહાર વધુ પોલીસકર્મીઓ અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આ પગલું લંડનમાં ભારતની રાજધાની દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની બહારથી ટ્રાફિક અવરોધો હટાવ્યા બાદ લેવામાં આવ્યું છે. અગાઉ, દિલ્હી પોલીસે બ્રિટિશ હાઈ કમિશન અને રાષ્ટ્રીય રાજધાનીમાં બ્રિટિશ હાઈ કમિશનરના આવાસની બહાર વધારાના બેરિકેડ્‌સ હટાવ્યા હતા.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “બ્રિટિશ હાઈ કમિશનની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક છે. જાે કે, હાઈકમિશન તરફ જતા રસ્તા પર મુકવામાં આવેલા બેરિકેડ્‌સને દૂર કરવામાં આવ્યા છે કારણ કે તેઓ અવરજવરમાં સમસ્યા ઊભી કરી રહ્યા હતા. જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનમાં ભારતીય હાઈ કમિશન પર લહેરાવવામાં આવેલ ત્રિરંગો નીચે લાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ભારતે રવિવારે રાત્રે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું અને ત્યાં ‘બિલકુલ સુરક્ષા વ્યવસ્થા’ ન હોવા મામલે ખુલાસો માંગવામાં આવ્યો હતો.

ટોચના બ્રિટિશ અધિકારીઓએ કહ્યું છે કે બ્રિટિશ સરકાર ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને ‘ગંભીરતાથી’ લેશે. તેમણે અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ લહેરાવતા વિરોધીઓના જૂથ દ્વારા ભારતીય હાઈ કમિશનની તોડફોડની પણ નિંદા કરી, તેને ‘શરમજનક’ અને ‘સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ ગણાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે હિંસક ઉપદ્રવના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે લંડન સ્થિત ‘ભારત ભવનમાં’ એક મોટો ત્રિરંગો લહેરાવામાં આવ્યો છે. ભારતીય હાઈ કમિશનના અધિકારીઓએ કહ્યું કે દેખાવકારોના આ પ્રયાસ નિષ્ફળ ગયા છે અને શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે.

Follow Me:

Related Posts