fbpx
રાષ્ટ્રીય

બ્રિટીશ પીએમ પદની રેસમાં ઋષિ સુનકને આંચકો આવ્યો

બ્રિટનના પીએમ પદની રેસમાં વિદેશ સચિવ લિસ ટ્રસ બ્રિટીશ-ભારતીય પૂર્વ અમંત્રી ઋષિ સુનકથી આગળ નિકળી ગઇ છે. નવા ‘ર્રૂેય્ર્દૃ’ સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે અનુસાર ટ્રસે ૨૮ વોટથી બઢત બનાવી છે. ગુરૂવારે (૨૧ જુલાઇ)એ , કંજરવેટિવ પાર્ટીના સભ્યોએ બોરિસ જાેનસનને બદલવાની દોડમાં સનક અને ટ્રસ બંને પાર્ટીના નેતૃત્વ સ્પર્ઢાના અંતિમ તબક્કામાં મોકલવા માટે મતદાન કર્યું હતું. તેમાંથી એકને હવે ૪ ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી ચાલનાર મતદાનમાં પાર્ટી સભ્યો દ્વારા આગામી પીએમના રૂપમાં ચૂંટવામાં આવશે.

‘ર્રૂેય્ર્દૃ’ એક પ્રમુખ બ્રિટ ઇન્ટરનેટ-બેસ્ડ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, આંકડાથીક ખબર પડે છે કે ૪૬ વર્ષીય ટ્રસ ૪૨ વર્ષીય પૂર્વ ચાંસલર પર ૧૯ પોઇન્ટથી બઢત બનાવી લેશે. હવે અંતિમ બે ઉમેદવારની જાહેરાત થતાં અને ગ્રીષ્મકાલીન અભિયાન શરૂ થવાની સાથે, ટોરી સભ્યોના એક નવા ‘ર્રૂેય્ર્દૃ’ સર્વેથી જાણવા મળ્યું છે કે ટ્રસે પોતાનો મજબૂત લાભ યથાવત રાખ્યો છે. સર્વે બુધવારે અને ગુરૂવારે કંજરવેટિવ પાર્ટીના ૭૩૦ સભ્યોમાં કરવામાં આવ્યો. ૬૨ ટકા સભ્યોએ કહ્યું કે તે ટ્રસને વોટ આપશે અને ૩૮ ટકાએ સુનકને ચૂંટ્યા.

તેમાં તે લોકો સામેલ નથી જેમણે કહ્યું કે તે વોટ નહી આપે અથવા તે જાણતા નથી. ટ્રસે ૨૪ ટકા પોઇન્ટની બઢત પ્રાપ્ત કરી છે જે બે દિવસ પહેલાં ૨૦ પોઇન્ટની બઢતથી વધુ છે. ટ્રસે પુરૂષો અને મહિલાઓ વચ્ચે બ્રેક્સિટને વોટ આપનાર દરેક આયુ વર્ગમાં સનકને હરાવ્યા. એકમાત્ર શ્રેણી જ્યાં સનકે ટ્રસે હરાવ્યું, ૨૦૧૬ મતદારાઓમાંથી છે. જાેકે સુનક સંસદીય દળના મનપસંદ રહ્યા છે. તેમણે ટોરી (કંજરવેટિવ પાર્ટી) સાંસદોમાં ટ્રસના ૧૧૩ ના મુકાબલે ૧૩૭ વોટ જીત્યા છે. સુનક દ્વારા નાણામંત્રીના પદેથી રાજીનામું આપ્યા બાદ જ દબાણમાં આવીને જાેનસનને રાજીનામું આપવું પડ્યું હતું.

Follow Me:

Related Posts