બ્રિટેન પ્રધાનમંત્રીને સીટ બેલ્ટ વગર ગાડી ચલાવતા ટ્રાફિક પોલીસે ૧૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો
આવું બીજી વાર બન્યું છે, જ્યારે પોતાની જ સરકાર હોવા છતાં નિયમ તોડવા બાદ તેમના પર દંડ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ ઈંગ્લેન્ડના ઉત્તરમાં યાત્રા દરમિયાન લંકાશાયરમાં સરકારના લેવલિંગ અપ ખર્ચના નવીન સમયને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયોને સુનકે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.
લંડનમાં સીટ બેલ્ટ ન લગાવવા પર વાહનચાલકોને ૧૦૦ પાઉન્ડનો ઓન દ સ્પોટ દંડ લગાવી શકાય છે અને આ કેસ કોર્ટમાં જાય છે તો ત્યાં પાંચ ગણો વધારે દંડ ભરવો પડે છે. પ્રધાનમંત્રીએ પહેલા આ ઘટનાને લઈને માફી માગતા કહ્યું હતું કે, આ જજમેન્ટની ભૂલ હતી. સુનક પર સરકારમાં રહેતા આ બીજી વાર દંડ ફટકાર્યો છે. એપ્રિલ ૨૦૨૨માં જૂન ૨૦૨૦માં ડાઉનિંગ સ્ટ્રીટમાં જાેનસન માટે જન્મદિવસની સભામાં ભાગ લેવા માટે કોવિડ લોકડાઉન નિયમો તોડવા માટે તત્કાલિન પ્રધાનમંત્રી બોરિસ જાેનસન અને પત્ની કેરી સાથે સાથે રાજકોષના ચાન્સેલર સુનક પર દંડ લગાવામાં આવ્યો હતો.
Recent Comments