ગુજરાત

બ્રેસ્ટ કેન્સરની સારવારમાં ૧૭ ડોઝની જરૂરિયાત સામે ૪ ઈન્જેક્શન આયુષ્યમાન કાર્ડ પર મળે છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને આયુષ્યમાન કાર્ડમાંથી મળતી સુવિધાઓને લઇને ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને ટ્રાસ્ટુઝુમેબ ઇન્જેકશનની જરૂરિયાત હોય છે. ગરીબ દર્દીઓના હિતમાં બધા જ ૧૭ ડોઝ તેમના કાર્ડમાં બેલેન્સ હોય તેવાને આપવા પાત્ર થાય તે મુજબની જરૂરી માર્ગદર્શિકામાં સુધારો કરીને ભારત દેશના ગરીબ દર્દીઓ સંપૂર્ણ સારવાર લઈ શકે તો આ યોજનાનો હેતું સિદ્ધ થાય. નહી, તો ગરીબ દર્દી આર્થિક વ્યવસ્થાના અભાવે સારવાર અધૂરી છોડવાની શક્યતા વધે છે. જે પ્રાણઘાતક છે.

વિશેષ કરીને ગુજરાત સરકારે ઈન્સ્યોરન્સ બેઝ પ્રિમિયમ પણ ભરેલ છે. ગુજરાતના પ્રશ્નો બાબતે ગુજરાતની સ્થિતિ આધારિત ર્નિણય કરવો જરૂરી હોવાથી ગરીબ દર્દીઓને વહારે આવવા રજૂઆત કરવામાં આવી છે. કિસાન મોરચાના પૂર્વ મહામંત્રી ફલજી ચૌધરીએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને રજૂઆત કરી કે, આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગરીબ દર્દીઓને ખૂબ જ સારી રીતે સારવાર થઇ રહી છે. પરંતુ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે કેટલીક ટેક્નિકલ સમસ્યા ઊભી થઇ હોય તેવું લાગી રહ્યું છે. દર્દીને ટ્રાસ્ટુઝુમેબ ઇન્જેક્શનની જરૂરિયાત હોય તે ઇન્જેક્શન રૂપિયા પાંચ લાખ સુધી ખર્ચ પૂરા ન થાય તો તેમને આપવા જરૂરી છે. કારણ કે, આ એક ઇંજેક્શન ૧૨ થી ૧૫ હજાર રૂપિયાનું આવે છે.

ઘરે બને મધ્યમ પરિવારના દર્દીઓ ઉપર આર્થિક બોજાે પડતા ઘણી વખત તેઓ ઇન્જેક્શન જવાનું ટાળી દે છે અને તેના કારણે સારવારનું યોગ્ય પરિણામ આવતું નથી ઘણી વખત દર્દીઓનાં જાે પણ જતા હોય છે.દેશના ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજના હેઠળ બ્રેસ્ટ કેન્સરના દર્દીને ૧૭ ડોઝ ટ્રાસ્ટુઝુમેબની જરૂરિયાત હોય છે. તબીબી અભિપ્રાય મુજ્બ આ ૧૭ ડોઝનો કોર્સ પૂર્ણ કરવામાં આવે તો જ દર્દી આ રોગમાંથી બહાર નીકળવાની શક્યતાઓ છે. પરંતુ વર્તમાન સ્થિતિ પ્રમાણે અત્યારે માત્ર ઁસ્ત્નછરૂ હેઠળ માત્ર ૪ ડોઝ જ આપવામાં આવી રહ્યા છે.

Related Posts