fbpx
રાષ્ટ્રીય

બ્રોકલી સુપ તમારી અનેક બીમારીઓેને કરે છે દૂર, જાણો કેવી રીતે બનાવશો ઘરે

સુપ અનેક પ્રકારના બનતા હોય છે. આજકાલ હોટલમાં પણ અનેક પ્રકારના સુપ મળતા હોય છે. બ્રોકલીનો સુપ, ટામેટાનો સુપ, મન્ચાઉ સુપ જેવા અનેક પ્રકારના વેરાયટી સુપ હોટલમાં મળતા હોય છે. બ્રોકલીનો સુપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકલીના સુપમાં અનેક તત્વો એવા હોય છે જે તમારી અનેક બીમારીઓને પણ દૂર કરે છે. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો બ્રોકલીનો સુપ

સામગ્રી

400 ગ્રામ બ્રોકલી

3 નંગ ટામેટા

2 નંગ બટાકા

કાળામરી

લવિંગ

આદુ

તજ

માખણ

કોથમીર

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • બ્રોકલી સુપ બનાવવા માટે સૌ પ્રથમ બ્રોકલીના નાના-નાના ટુકડા કરી લો અને પછી એને ઉકાળી લો.
  • આ બ્રોકલીના ટુકડાને ઢાંકીને પાંચ મિનિટ સુધી વાસણમાં રહેવા દો.
  • હવે ટામેટા અને બટાકાના લાંબા ટૂકડા કરી લો અને આદુને પણ છીણી લો.
  • હવે એક પેનમાં એક ચમચી માખણ એડ કરો.
  • આ ગરમ માખણમાં કાળા મરી, લવિંગ અને તજ ઉમેરીને નોર્મલ શેકી લો.
  • હવે આ શેકેલા મસાલાને પીસી લો.
  • ત્યારબાદ એમાં ટામેટા, બટાકા અને બ્રોકલીના ટુકડા ઉમેરી લો અને પછી એમાં થોડુ પાણી ઉમેરીને ઢાંકી લો.
  • પાંચ-સાત મિનિટ પછી ઢાંકણ ખોલીને બટાકાને ચેક કરી લો એ પ્રોપર થઇ ગયા છે કે નહિં. બટાકા ના થયા હોય તો 5-7 મિનિટ ફરીથી થવા દો.
  • હવે ગેસ બંધ કરી લો અને તૈયાર શાકને મિક્સરમાં પીસી લો.
  • પીસેલા બધા મસાલાને મિક્સરમાં ક્રશ કરી લો.
  • હવે પેનમાં પીસેલા મસાલા અને બ્રોકલી એડ કરો.
  • ત્યારબાદ ચાર કપ પાણી ઉમેરીને સ્વાદાનુંસાર મીઠું ઉમેરો અને 7 મિનિટ સુધી થવા દો.
  • હવે ગેસ બંધ કરી દો.
  • તો તૈયાર છે બ્રોકલી સુપ
Follow Me:

Related Posts