ગુજરાત

બ્લેક ફંગસના ઇન્જેક્શન મામલે રૂપાણી સરકારે હાઇકોર્ટમાં હાથ ખંખેર્યા

કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ મ્યુકોરમાઇકોસિસની પરિસ્થિતિ વિશે જવાબ આપતા કહ્યું છે કે રેમડેસિવિરની જેમ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે જરૃરી એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના ઓર્ડર, સપ્લાય અને વિતરણ પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ છે.

ઇન્જેક્શનનો પુરવઠો સરકાર કેટલી ફાળવણી કરે છે તેના પર આધારિત રહેશે. આ ઉપરાંત રસીકરણ વિશે રાજ્ય સરકારે માહિતી આપી છે કે ૧૮થી ૪૫ વર્ષના વયજૂથ માટે રાજ્ય સરકારને ૬.૫ કરોડ રસીના ડોઝની જરૃરિયાત છે અને અત્યારે ૨.૫ કરોડ ડોઝનો ઓર્ડર રાજ્ય સરકારે આવ્યો છે.

મ્યુકોરમાઇકોસિસની પરિસ્થિતિ વિશે જવાબ આપતા ઉલ્લેખ કરાયો છે કે, આ રોગ ગંભીર છે પરંતુ જૂજ કિસ્સાઓમાં જ જાેવા મળે છે અને તેને હાલ મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

સારવાર માટે જરૃરી એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના વિતરમ વિશે કોર્ટે પૃચ્છા કરી હતી. જાે કે રેમડેસિવિરની જેમ આ ઇન્જેક્શનના ઓર્ડર આપવા પર, સપ્લાય કરવા પર અને વિતરણ કરવા પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સુધી ઇન્જેક્શન પહોંચે તે માટે જિલ્લા તંત્ર અને કોર્પોરેશનના માધ્યમથી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રસીકરમ વિશે સરકારે માહિતી આપી છે કે ૧૮થી ૪૫ વર્ષના વયજૂથ માટે રસીના ૬.૫ કરોડ ડોઝની જરૃર છે અને હાલ રાજ્ય સરકાર દ્વારા ૨.૫ કરોડ ડોઝનો ઓર્ડર આપવામાંઆવ્યો છે. આ ઉપરાંત ૪૫થી ઉપરના વયજૂથ માટે રસીના ૨.૯૦ કરોડ ડોઝની જરૃર છે, જેનો પુરવઠો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.

Related Posts