ગુજરાતના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આજે શહેર ભાજપના શહેર પ્રમુખે એક પત્ર લખ્યો છે. જેમાં વિદેશથી ભણીને આવેલા રાજ્યના ૭ હજાર ડોક્ટરોની આ કોરોનાકાળમાં બ્લેક ફંગશની બિમારીની સારવારમાં મદદ લેવા તેમજ દાનમાં આવેલી મશીનરીની જાળવણી માટે સરકારે ગ્રાન્ટ ફાળવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોરોના અને મ્યુકરમાઈકોસીસના પીડીતોની યોગ્ય સારવાર માટે પડતી તકલીફો અને અન્ય સુવિધાઓના અભાવ અંગે કેટલીક રજૂઆતો છે. જેમાં વડોદરાના સરકારી દવાખાનાઓમાં સાધનો છે, પરંતુ તેના માટે જરૂરી ટ્રેઈન્ડ અનુભવી કર્મચારીઓનો અભાવ છે. જેના કારણે પાંચ-સાત વર્ષનો વિદેશમાં અભ્યાસ કર્યા પછી ગુજરાતમાં વસવાટ કરતા ૭ હજાર જેટલા ડોક્ટરો છે.
તેમની કોરોનાકાળમાં અને ખાસ કરીને મ્યુકરમાઈકોસિસની સારવારમાં મદદ લઈ શકાય. તેમજ વડોદરાના સરકારી દવાખાનાઓમાં અન્ય શહેરો કરતા સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધારે છે. ત્યારે સરકાર તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે વસતીને આધારે આપવાના બદલે દર્દીઓની સંખ્યાને આધારે અપાય તેવી પણ માંગ કરી હતી.


















Recent Comments