fbpx
બોલિવૂડ

બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સીક્વલ પુષ્પા ૨માં સામંથાને રીપ્લેસ કરશે શ્રીલીલા

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સીક્વલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં અલ્લુ અર્જુનના ખૂંખાર અંદાજે ઉત્સુકતા વધારી છે. પુષ્પા ૨ને પાન ઈન્ડિયા રિલીઝ કરવા માટે કાસ્ટમાં સાઉથની સાથે બોલિવૂડનું પણ કોમ્બિનેશન કરાયું છે. પહેલી ફિલ્મમાં ઓડિયન્સને પસંદ આવેલા સીન્સને સીક્વલમાં વધારે આકર્ષક રીતે રજૂ કરવા માટે મેકર્સે આઈટમ સોન્ગ પણ આપવાનું નક્કી કર્યું છે. ઊ અંટ્‌વાને લોકપ્રિય બનાવનારી સામંથા રૂથ પ્રભુએ સીક્વલમાં સ્પેશિયલ એપિયરન્સ આપવાનો ઈનકાર કર્યો છે. જાે કે સીક્વલમાં આઈટમ સોન્ગ રજૂ કરવા મેકર્સ મક્કમ છે અને તેથી તેમણે સાઉથની અન્ય એક્ટ્રેસનો સંપર્ક કર્યો છે. તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલી શ્રીલીલાને સામંથાના રીપ્લેસમેન્ટ માટે ઓફર થઈ છે. સામંથા રૂથ પ્રભુને ઊ અંટ્‌વા ગીતના કારણે બોલિવૂડમાં ઓળખ મળી હતી. ત્યારબાદ સામંથાને પાન ઈન્ડિયા ફિલ્મસ અને વેબ સિરીઝ ઓફર થઈ હતી. ઊ અંટ્‌વાની સફળતાએ સામંથાને કરિયર જમાવવામાં મદદ કરી હતી. જાે કે સામંથાએ સીક્વલમાં આઈટમ સોન્ગ કરવાની ના પાડી હતી. સામંથાએ પુષ્પા ૨ના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ સાથે આ અંગે અગાઉથી વાત કરી લીધી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરજાેશમાં ચાલી રહ્યું છે ત્યારે ડાયરેક્ટર સુકુમારને આઈટમ સોન્ગ વગર ફિલ્મ રિલીઝ કરવાનો વિચાર ગમ્યો નથી. તેમણે શ્રીલીલાનો એપ્રોચ કર્યો છે. તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં શ્રીલીલાની પોપ્યુલારિટી ઝડપથી વધી રહી છે. આ મામલે હાલ તો શ્રીલીલાને ઓફર કરાઈ છે. શ્રીલીલાએ જેમ્સ, ધમાકા અને બાય ટૂ લવ જેવી સાઉથની હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મહેશ બાબુ અને વિજય દેવરકોન્ડા સાથે જેવા સ્ટાર્સ સાથે પણ તે ફિલ્મો કરી રહી છે. પુષ્પા ૨ની ઓફરને શ્રીલીલા તરફથી શું જવાબ મળે છે તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts