ભંમરીયા સ્વ. કંકુબેનની પુણ્ય સ્મૃતિમાં પ્રાથમિક શાળામા વોટર કૂલરની ભેટ
ગારીયાધાર તાલુકા ના ભંમરિયા પ્રાથમિક શાળામાં ધીરૂભાઇ નારણભાઈ ડુમરાલિયા દ્વારા તેમના ધર્મપત્ની સ્વ. કંકુબેન ની પુણ્ય સ્મૃતિમાં વોટર કૂલર નું અમૂલ્ય દાન આપવામાં આવ્યું…
“પાણીના પાંચ પુણ્ય” આ ઉક્તિ સાર્થક કરતા ધીરૂભાઇ નારણભાઈ ડુમરાલિયા દ્વારા ઇશ્વર સ્વરૂપ બાલદેવો ને ઉનાળામાં ઠંડુ પાણી મળે એવા શુભ આશય થી પોતાના ધર્મ પત્ની ના આત્મ કલ્યાણ અર્થે વોટર કુલર શાળાને દાનમાં આપવામાં આવ્યું.
આ તકે શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફે એમની ઉદાત ભાવનાની સરહના કરી હતી.અને દિલેર દાતાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું..
Recent Comments