ભક્તો માટે આનંદના સમાચાર:2020 બાદ ડાકોરમાં યોજાનારા ફાગણી પૂનમના મેળાને લઈ તંત્રની તૈયારી શરૂ
રણછોડરાયના ભક્તો માટે આનંદના સમાચાર આવ્યા છે . કોરોના કાળમાં ગત વર્ષે બંધ રહેલ યાત્રાધામ ડાકોરનો ફાગણી પૂનમનો મેળો આ વર્ષે યોજવા તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે . હજુ મેળાને એક મહિનાનો સમય છે , પરંતુ જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને યોજોલ મિટિંગમાં મેક્રો લેવલની કામગીરીની ચર્ચા કરવામાં આવી . આ મિટિંગમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગોના વડા અધિકારી , કર્મચારી ઓ હાજર રહ્યા જેઓને આગામી દિવસોમાં કેવા પ્રકારની તૈયારી કરવી તે અંગેની સુચના આપવામાં આવી છે . જે બાબતની સમીક્ષા હવે યોજાનાર મિટિંગમાં કરવામાં આવશે . યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે . ફાગણી પૂનમે રાજા રણછોડના દર્શન કરવા લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે . ખાસ કરીને અમદાવાદ , વડોદરા , સુરત , ગોધરા , નડિયાદ તરફથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવતા હોય છે . જેને લઈ યાત્રાધામમાં ફાગણી પૂનમ થી 3 દિવસ નો મેળો ભરાતો હોય છે . મોટી સંખ્યામાં પગપાળા શ્રદ્ધાળુઓ આવતા હોઈ ખેડા જિલ્લાની હદી ડાકોર સુધી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવતી હોય છે . જેવી કે રસ્તા પર સફાઈ , રસ્તા પર ટેન્ટ માટે પરમિશન , પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત , ચેકીંગ , સિંચાઇ વિભાગ દ્વારા તળાવની ઊંડાઈને લગતા બોર્ડ લગાવવા , કિલોમીટરના બોર્ડ લગાવવા જેવી વિવિધ કામગીરી થતી હોય , તે બાબતે વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે ચર્ચા કરી હતી . ગત વર્ષે કોરોના કાળને કારણે મંદિર બંધ હોઈ ફાગણી પૂનમનો મેળો ભરાયો ન હતો . જેથી મેળાના આયોજનને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોઈ જિલ્લામાં મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ બદલાઈ ગયા હોઈ તમામ તૈયારીઓ બાબતે સમજ આપવામાં આવી હતી . કોવિડ કાબુમાં આવતાં પૂનમે ધર્મોત્સવ મહત્વની વાત છેકે 2020 ના માર્ચ માસમાં યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાયો હતો . જોકે ત્યારબાદ એપ્રિલ માસ દરમિયાન નડિયાદ ખાતે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો , અને ત્યાર બાદ સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા 2021 માં જિલ્લા પ્રસાશનને ફાગણી પૂનમનો મેળો બંધ રાખવાની ફરજ પડી હતી
Recent Comments