117 સીટોમાંથી 90થી વધુ સીટોમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોએ પણ 80 સીટ ની અપેક્ષા રાખી હતી પરંતુ 90થી વધુ સીટો મળતા દેશભરમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. 13 માર્ચ ના રોજ અરવિંદ કેજરીવાલ સાથે અમૃતસરમાં તેઓ રોડ શો કરશે. આવતી કાલે સરકાર બનાવવાનો દાવો રાજ્યાલને રજૂ કરશે. ભગવંત માન લેશે 16 તારીખે મુખ્યમંત્રીના શપથ લેશે. પહેલીવાર આપ ની સરકાર પંજાબમાં બનશે.
રાજ્યમાં આપના મોટા નેતાઓને પંજાબમાં ચુંટાયા નથી. પુર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ, કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાંત નવજોત સિદ્ધ, સુખબીર બાદલ સહીત અનેક દિગ્ગજ નેતાઓ હારી ગયા છે. પંજાબમાં આપ પાર્ટીને મળી 92 બેઠક મળી છે. આપ પાર્ટીએ 92 બેઠક જીતી છે. કોંગ્રેસને માત્ર 18, અકાલી દળને 4, ભાજપને 2 બેઠક મળી છે. સૌ કોઈને પંજાબ ની જીત બાદ આપ પાર્ટીએ ચોંકાવી દીધા છે.
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સમયમાં ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ડિસેમ્બર 2022 દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ છે ત્યારે કોંગ્રેસ નું પ્રભુત્વ ગુજરાતમાં ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે ત્યારે બીજીબાજુ લોકો ની સામે આમ આદમી પાર્ટી એક ઓપ્શન તરીકે ઉભરી શકે તેવી શક્યતા છે
Recent Comments