ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં ૧૭૫ થી વધુ યુવાનો- યુવતીઓએ અખાડાના દાવ રજૂ કરાયા
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા ઘણાં દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા. સામાન્ય રીતે અખાડામાં પુરૂષો જ જોડાય છે પરંતુ અખાડાના દાવ દિકરાઓ કરી શકે તો દિકરીઓ કેમ નહી ? અને આ વિચારથી છેલ્લા બે વર્ષથી રથયાત્રાનાં અખાડાનાં દાવપેચમાં દુર્ગવાહિનીની દિકરીઓ પણ જોડાય છે. છેલ્લા ૧૬ વર્ષથી રથયાત્રામાં અખાડાનાં દાવપેચો રજૂ કરવામાં આવે છે. આ વખતે ૧૭માં વર્ષે ૧૭૫ થી વધારે યુવાનો રથયાત્રામાં અખાડાનાં દાવપેચ રજૂ કરી રહ્યાં છે.
આ વર્ષે દુર્ગાવાહીનીની ૪૦ દિકરીઓ પણ
અખાડાનાં દાવપેચમમાં જોડાઇ તલવારબાજી, નળિયાફોડ, ચક્ર જેવા દાવપેચો રજૂ કરી રહ્યાં છે. રથયાત્રામાં ૧૭૫ થી વધારે યુવાનો દ્વારા અખાડાનાં વિવિધ દાવપેચો જેવા કે, પટ્ટાબાજી, લાઠીદાવ, ચક્ર, બનેટી, તલવાર યુદ્ધ, ટાઈગર જમ્પ રજૂ કરવામાં આવનાર છે. આ વર્ષે દાવપેચોમાં પિરામિડ તલવારબાજી અને ચક્રનો નવો દાવ રજૂ કરવામાં આવ્યો હતો. રથયાત્રાનાં અખાડામાં ૫૫ વર્ષ સુધીના વયજુથનાં વ્યક્તિઓ દ્વારા અખાડાનાં દાવપેચ રજૂ કરવામાં આવે છે અને રથયાત્રામાં અખાડાના કરતબો દર્શાવવા માટે ગઢ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને ૭ થી ૮ ગઢ બનાવવામાં આવ્યા છે. દેશમાં પ્રાચીન કાળમાં રાજ્યની સુરક્ષા માટે અખાડાના અત્યારે ખૂબ જ ઉપયોગી થતા હતા આ પરંપરાગત હથિયારો સાથે અખાડાના દાવપેચ ૩૯ મી રથયાત્રામાં જોવા મળી રહ્યા છે.
Recent Comments