ભગવાન ધન્વંતરિ આયુર્વેદ પ્રવર્તક દેવોના દેવવૈધ લોકવૈદ્ય જન આરોગ્ય નું ધ્યાન રાખ્યું છે ભગવાન ધન્વંતરિની ધનતેરસે પ્રાગટ્ય તિથિ છે આયુર્વેદના પ્રવર્તક ભગવાન ધન્વંતરિ આસોવદી તેરસ ધન્વંતરિ જયંતી તરીકે શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રથમ સ્કંપના ત્રીજા અધ્યાયમાં પરમાત્માના અવતારોની કથામાં પરમાત્માના ચોવીસ અવતારોનો ઉલ્લેખ બતાવ્યો છે ભગવાન ધન્વંતરિ પરમાત્માનો ૧૨ મો અવતાર છે એકવાર મહર્ષિ દુર્વાસા વૈકુંઠલોકમાંથી શ્રીહરિ વિષ્ણુનાં દર્શન કરી પરત આવી રહ્યા હતા રસ્તામાં તેમને ઐરાવત પર આરૂઢ થયેલા દેવરાજ ઇન્દ્ર મળ્યા ઇન્દ્રને ત્રિલોકના અધિપતિ જાણીને દુર્વાસાજીએ વિષ્ણુના પ્રસાદની પુષ્પમાળા તેને ભેટ આપી અપાર ઐશ્વર્યના અભિમાનને લીધે ઇન્દ્રએ ઋષિની ભેટનો અનાદર કર્યો પુષ્પમાળા તેણે ઐરાવતના માથા પર નાખી દીધી ઐરાવતે માળાને સૂંઢથી પકડી પગ તળે કચડી નાખી ઇન્દ્ર એ પુષ્પમાળાનું અપમાન કરતા દુર્વાસાજીનો પુણ્યપ્રકોષ ભભૂકી ઊઠ્યો તેમણે ઇન્દ્રને શાપ આપ્યો કે મદોન્મત સુરેશ ત્રણેય લોકસહિત તું સત્વરે જ ઐશ્વર્યહીન થઇ જઈશ દુર્વાસાના શાપથી ઇન્દ્રની સધળી દૈવી સંપત્તિ સમુદ્રના ળિયે જતી રહી સદાય દૈવી વૈભવમાં રહેલા ઇન્દ્ર સહિત સંધળા દેવી સંપતિ નાશ થવાથી શિવ અને બ્રહ્માને સાથે લઇ લીરસાગરમાં શ્રીહરિ વિષ્ણુની શરણમાં ગયા અને સઘળી વાત કરી પછી દૈવ સંપત્તિ પુનઃ પ્રાપ્ત થઇ શકે તેવો ઉપાય બતાવવા પ્રાર્થના કરી . શ્રીહરિ વિષ્ણુએ મનમોહક સ્મિતસહ કહ્યું છે દેવો તમારી સંપતિના વિનાશનું કારણ તમારું અભિમાન છે સમુદ્રના તળીયે વિલીન થયેલી દૈવી સંપત્તિ પુનઃ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો સમુદ્રનું મંથન કરો ઉપાય સાંભળી દૈવ પ્રસન્ન થયા પરંતુ સમુદ્રનું મંથન કરવું કઇ રીતે ? તેમણે કરી શ્રીહરિને પ્રાર્થના કરી ત્યારે શ્રીહરિએ ફરી ઉપાય બતાવી કહ્યું દેવો આ કાર્ય પણ મોટું અને મુશ્કેલ છે તમે એકલા કરી શકો નહિ તમે જેને શત્રુ ગણો છો તે તમારા જ ભાઈઓ દૈત્યોના સહકારથી જ આ કાર્ય તમે કરી શકશો માટે તમે દૈત્યો સાથે મૈત્રી કરી સમુદ્રનું મંથન કરો શ્રીહરિની શિખામણ માથે ચઢાવી પોતાના જ ભાઇઓ દૈત્યો સાથે મૈત્રી બાંધી જ્યારે સ્વાર્થ આવે ત્યારે મનુષ્યો તો ઠીક પણ દેવોનેય સમાધાનનો રસ્તો અપનાવો પડે છે સમુદ્રમંથન આનું જ્વલન ઉત્તમ ઉદાહરણ છે દેવોએ દૈત્યોની પ્રશંસા કરી તમામને વશમાં કરી સમુદ્રમંથન માટે રાજી કરી લીધા દેવો અને દૈત્યો સમુદ્રતટ પર ભેગા થયા મંદરાચલ પર્વતનું વલોણું અને વાસુકિનાગનું નૈતરું બનાવી સમુદ્રનું મંથન કર્યું સમુદ્રમંથનથી દેવોની તમામ દૈવી સંપત્તિપાછી આવી એ સિવાય બીજા ચૌદ રત્નો સમુદ્રના તળિયેથી નીકળ્યાં ૧૪ રત્નોમાંનું ૧૪ મું રત્ન એ જ ભગવાન ધન્વંતરિ ધન્વંતરિ સમુદ્રમંથન દરમિયાન સમુદ્રમાંથી પ્રગટ થયા છે તેમની ભુજાતો લાંબી અને મોટી હતી તેમનું ગળું વિષ્ણુના શંખ જેવા આકારનું તેમજ શરીરનો વર્લ પણ વિષ્ણુના વર્લ જેવો શ્યામ હતો શ્રીહરિ વિષ્ણુસમાન અનુપમ સૌંદર્ય સ્નિગ્ધ અને લહેરાતા વાંકડિયા કેશ અલીદિ પુરુષ ધન્વંતરિના હાથમાં અમૃતથી ભરેલો કુંભ હતો અમૃતકુંભ સાથે પ્રગટેલા ભગવાન ધન્વંતરિનું દેવોએ સ્વાગત કર્યું પ્રગટ થઇને તેમણે દેવોને શરીર આરોગ્યનું અને તેના વિવિધ વ્યાપિના રોગના ઉપચાર નું વિજ્ઞાન અદ્ભુત આયુર્વેદશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું આ અદ્ભુત જ્ઞાન મેળવી દેવો અતિ પ્રસન્ન થયા એટલે સ્વયં બ્રહ્માજીએ ધન્વંતરિને દેવતાઓના વૈદ્ય આયુર્વેદના પ્રવર્તક તરીકે નિયુક્ત કર્યા આપણું આયુર્વેદ કે જેમાં શરીર વિજ્ઞાન અને વ્યાધિ ઉપચાર વિશેનું મહાત્મ્ય દર્શાવાયું છે ધન્વંતરિએ લોકસૃષ્ટિમાં લોકસમુદાયને પર કૃપા કરી ઋષિ પરંપરાથી આ અદ્ભુત આરોગ્યશાસ્ત્ર લોકો સુધી પહોંચ્યું અને અતિ ઉપયોગી બન્યું આયુર્વેદ પાંચમો વેદ ગણાય છે બીજા અર્થમાં જોઇએ તો પરમાત્માએ લોકકલ્યાણ હેતુથી ધન્વંતરિરૂપે પ્રગટ થઇને લોકોનું કલ્યાણ કર્યું પરમાત્માના દરેક અવતાર પાછળનો આશ્રય માત્ર લોકકલ્યાણનો જ છે પરમાત્મા અવતાર લે અને લોકોનું કલ્યાણ ન કરે તેવું કેમ બને ? ભગવાન ધન્વંતરિ ભલે સમુદ્રમાંથી પ્રગટ થઈને દેવોના દેવવૈદ્ય બન્યા પરંતુ તેમણે લોકવૈદ્ય બનીને લોકોનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે આરોગ્યના અદ્ભુત શાસ્ત્ર આયુર્વેદના પ્રવર્તક બની જગતનું પરમ કલ્યાણ કરનારા પરમાત્મા અવતાર એવા ભગવાન ધન્વંતરિની પ્રાગટ્ય તિથિ એટલે ધનતેરસ આપણે સૌ તેમની વંદના કરીએ અને આપણા સૌનું અને સમગ્ર જગત નું આરોગ્ય સુખરૂપ રહે તેવી પ્રાર્થના કરીએ ઉપરાંત સોના ચાંદી ના વાસણો ખરીદ કરવા ઘન ની પૂજા ઔષધીય વનસ્પતિ પૂજન મહત્વ દર્શવતા પર્વ ધનતેરસ ના પર્વે દૂષિત રીતે આવેલ ધન ને ધર્મ કાર્ય દ્વારા ધોઈ શકાય ની શીખ આપતા શાસ્ત્ર પુરાણો માં ખૂબ મહત્વ ના ધન તેરસ ના પર્વ એ સર્વે ને હાર્દિક શુભકામના
ભગવાન ધન્વંતરિ પ્રાગટય આર્યુવેદ પ્રવર્તક ધન તેરસ દૂષિત રીતે આવેલ ઘન ને ધર્મ કાર્ય દ્વારા ધોઈ દેતું પર્વ

Recent Comments