fbpx
રાષ્ટ્રીય

ભગવાન રામની નગરી અયોધ્યાના વિકાસ કાર્યો અંગે વડાપ્રધાને સમીક્ષા બેઠક યોજી. અયોધ્યાના વિકાસનું મોડલ યુવાનોમાં આધ્યાત્મિકતા અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવું હોવું જાેઇએઃ મોદી

અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે ૧.૫ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સામે રાખવામાં આવ્યું હતું અને તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહિત બાકીના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લખનૌ સ્થિત સીએમ હાઉસ ખાતેથી સામેલ થયા હતા.

બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અયોધ્યા એક એવું શહેર હોય જે દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનામાં અંકિત હોય. તેમણે કહ્યું કે, અયોધ્યાને એવી બનાવવી જાેઈએ કે ભારતની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જાેઈ શકાય. અયોધ્યા એક આધ્યાત્મિક શહેર છે.

પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યાને એવી રીતે વિકસિત કરવી પડશે કે જેથી પ્રવાસીઓ અને યાત્રાળુ બંનેને લાભ મળી શકે. આ સાથે તેમણે કહ્યું કે અયોધ્યાની યોજનાઓ એવી હોવી જાેઈએ, જેમાં ભવિષ્યની ઝલક દેખાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યા એવી હોવી જાેઈએ જ્યાં દેશના યુવાનો ઓછામાં ઓછા એક વાર અહીં જરૂર આવવા જાેઈએ. તેમણે વધુમાં કહ્યું, નજીકના ભવિષ્યમાં અયોધ્યામાં વિકાસના કામો ચાલુ રહેશે અને અયોધ્યામાં વિકાસ કામોને વધુ વેગ આપવામાં આવશે. આ આપણો સામુહિક છે કે આપણે અયોધ્યાની ઓળખની ઉજવણી કરીએ અને નવી નવી રીતોથી અયોધ્યાની સભ્યતાને બનાવી રાખીએ.

પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામમાં લોકોને એકસાથે લાવવાની ક્ષમતા હતી, તેવી જ રીતે ભારતના દરેક નાગરિકે ખાસ કરીને યુવાનોના અયોધ્યાના વિકાસ કાર્યોમાં ભાગ લેવો જાેઈએ. તેમણે શહેરના આ વિકાસમાં આપણા પ્રતિભાશાળી યુવાનોની કુશળતાનો લાભ લેવાની હાકલ કરી છે.

ઉલ્લેખનીય છે કે શ્રી રામનાગરીના વિકાસ અંગે લગભગ પાંચસો લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. રામનાગરીના સંતો અને મહંતો ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સહિત સાંસદો, ધારાસભ્યો, શિક્ષણવિદો અને અન્ય લોકોના સૂચનો લેવામાં આવ્યા છે. આ ક્રમ હજી પણ ચાલુ છે.
અયોધ્યાની સાથે આજુબાજુના જિલ્લાઓમાં પણ સંતો અને ઋષિઓની તપસ્થલીનો વિકાસ થશે. સરકારનો પ્રયાસ છે કે અયોધ્યાનુ ફક્ત આધુનિકીકરણ ન થાય અને તેનું પ્રાચીન સ્વરૂપ પણ અકબંધ રહેવું જાેઈએ, તેને ધ્યાનમાં રાખીને જ અયોધ્યાની વિકાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts