ભગવાન રામની પ્રસાદી સ્વરૂપે રામભક્ત સોની વેપારીએ ૪૦ ગ્રામ સોનામાંથી રામમંદિર વાળી વીંટી બનાવી
અમદાવાદ,રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે આ ખાસ વીંટી બનાવી છે. રામભક્ત રાજન સોની ભગવાન રામની પ્રસાદી સ્વરૂપે આ વીંટી પોતાની પાસે જ રાખશે. અમદાવાદના એક સોની વેપારીએ ૪૦ ગ્રામ સોનામાંથી રામમંદિર વાળી વીંટી બનાવી છે. આ સોનીએ સત્તત ૧૦૦ કલાક સુધી કામ કરીને આ વીંટી બનાવી છે. તેમણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનાં પર્વને યાદગાર બનાવવા વીંટી બનાવી છે.
સોની રાજનભાઈ કે જેઓ અમદાવાદના છે, તેઓએ રામમંદિર વાળી સોનાની વીંટી બનાવી હતી અને તેમને પ્રતિક્રિયા કરી હતી કે, કોઈએ નગારું બનાવ્યું, કોઈએ અગરબત્તી એટલે મેં વીંટી બનાવી. હું પણ ભગવાન રામનો પરમ ભક્ત છું અને મારે પણ ભગવાન રામ માટે કંઈક કરવાની ઈચ્છા હતી જેથી મેં સોનાની વીંટી બનાવી છે. જય શ્રી રામ. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બનેલું અનોખું નગારું, સૌથી લાંબી અગરબતી, ધ્વજદંડ અને સોનાની વીંટી સહિતની અનોખી ભેટ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.
Recent Comments