ગુજરાત માં ઘણા વર્ષો થી ભગવાન ના નામ પર ચુટાતી સરકાર સાશન માં છે.ત્યારે ગુજરાત માં લાખો બે રોજગાર યુવાનો છે. ત્યારે બેરોજગાર યુવાનો જ્યારે જયારે પરિક્ષા માં પેપર આપવા જાય છે.ત્યારે એક એક પેપર નવ નવ વખત લીક (ફૂટી જાય ) થાય છે, ત્યારે ભગવાન શ્રી નામ જોગ અયોધ્યા મંદિર માં શ્રી રામ ના ચરણોમાં પત્ર પાઠવેલ છે, કે છેલ્લા ૧૦ વર્ષ માં વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૩ સુધીમાં માં વર્ષ ૨૦૧૪ માં (૧) ચીફ ઓફિસર નું પેપર, વર્ષ ૨૦૧૫ માં તલાટી મંત્રી નું પેપર, વર્ષ ૨૦૧૮ માં (૧) મુખ્ય સેવિકા નું પેપર, (૨)TAT નું પેપર, (૩) નાયબ ચિટનીસ નું પેપર (૪) લોક રક્ષક નું પેપર, વર્ષ ૨૦૧૯ માં બિન સચિવાલય વર્ષ ૨૦૨૧ માં (૧) હેડ ક્લાર્કનું પેપર, (૨) DGVCL વિધુત સહાયક પેપર, વર્ષ ૨૦૨૨ માં (૧) વન રક્ષક નું પેપર, (૨) સબ ઓડિટર નું પેપર વર્ષ ૨૦૨૩ માં જુનિયર ક્લાર્ક નું પેપર લીક થયું છે, ત્યારે લોકશાહી માં સતાધારી લોકો તમારા નામ પર મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડેલ છે.હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા ગુજરાત યુવાનોને બચાવી શકો છો, ત્યારે ભગવાન રામ મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવા નિવેદન સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા આ બે રોજગાર યવાનો ના ન્યાય માટે ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર માં ભગવાન શ્રી રામ ના ચરણો માં પત્ર પાઠવેલ છે.
ભગવાન શ્રીરામ ને બે રોજગાર વિધાર્થીઓના વ્હારે આવવા માટે પત્ર પાઠવતા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત

Recent Comments