અમરેલી સંસદીય મત વિસ્તાર અમરેલી જિલ્લો અને મહુવા-ગારીયાધાર વિસ્તારમાં કોંગ્રેસના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ના અમરેલી શહેરનના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ ભગવાન સત્ય નારાયણની કથા દ્વારા કરવામાં આવ્યો હતો.અમરેલી લોકસભા ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના અમરેલી શહેર કાર્યાલયનો પ્રારંભ સવારે ૯-૦૦ કલાકે ભગવાન સત્ય નારાયણની કથા થી કરવામાં આવ્યો હતો.
આ તકે અમરેલી જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં દરેક સમાજના આગેવાન અને ઈન્ડીયા ગઠબંધના કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા. આ તકે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષે ગુજરાત સહિત દેશ ભરમાં શિક્ષત ઉમેદવારો આપ્યા છે. ત્યારે જેનીબેન ઠુમ્મર શિક્ષત તો છે જ પરંતુ તેઓ જિલ્લા પંચાયતના સૌથી સફળ પ્રમુખ પણ રહૃાા છે. ત્યારે આવા સમક્ષ ઉમેદવારોને આપણે જંગી લીડથી જીતાડવાના છે.આ તકે આગેવાનો એ જણાવ્યુ કે જેનીબેન ઠુમ્મર મહિલા આગેવાન છે. ત્યારે સામાપક્ષના લોકોએ ઘણા પ્રયાસો કર્યા તેમનું ફોર્મ રદ કરવાના કારણ કે તેમને બહેનોની ભાગીદારી ગમતી નથી માત્ર મહિલા વિકાસની વાતો કરે છે.
આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી ગારીયાધાર,ઠાકરશીભાઈમેતલીયા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા મહુવા, કાંતિભાઈ સતાસીયાબગસરા ,ટીકુભાઈ વરૂ,જીતુભાઈ અડતાલાવાળા, ધર્મેશભાઈ પાનસુરીયા ,મનિષભાઈ ભંડેરી,સત્યમ મકાણી,દિનેશભાઈ ભંડેરી,ભરતભાઈ હપાણી, સુરેશભાઈ કોટડીયા, હાર્દિકભાઈ કાનાણી ભરતભાઈ ગીડા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રીઓ કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાઓ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યો પૂર્વ સભ્ય જુદા જુદા જુદા કોંગ્રેસ પક્ષના સેલ સંસદી મતવિસ્તાર મહુવા ગારીયાધાર વિસ્તારના મહત્વનાગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા.
Recent Comments