રાષ્ટ્રીય

ભગવા કપડા પહેરીને બળાત્કારીઓને હાર પહેરાવે તે ચાલે પણ ભગવા બિકિની ન ચાલે : પ્રકાશ રાજ

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ હાલમાં વિવાદોમાં ફસાયેલી છે. શાહરુખને દીપિકા પાદુકોણ સાથે પહેલા ‘બેશર્મ રંગ’ ગીત રિલીઝ કર્યું છે, જેના પર ભારે હોબાળો થયો છે. ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકિની પહેરવા પર લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ભગવા રંગનું અપમાન ગણાવી લોકો ફિલ્મના પોસ્ટર સળગાવી રહ્યા છે. આ મુદ્દા પર સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા એક્ટર પ્રકાશ રાજે દીપિકાનો બચાવ કરતા વિરોધ કરનારા લોકોને સંભળાવી દીધું છે. પ્રકાશ રાજે દીપિકા પાદુકોણના સપોર્ટમાં કહ્યું કે, ‘ભગવા બિકિની’ મામલા પર ટિ્‌વટ કર્યું છે, પ્રકાશે ટિ્‌વટર પર લખ્યું છે કે, ‘બેશર્મ મ્ૈંય્ર્ં્‌જીપ.જ્યારે ભગવા કપડા પહેરીને રેપિસ્ટને હાર પહેરાવે છે, હેટ સ્પીચ આપે છે, ભગવાધારી સ્વામી બાળકીઓના રેપ કરે છે, તો આ ઠીક છે, પણ ફિલ્મમાં ડ્રેસ નહીં ? બસ ખાલી પુછી રહ્યો છું, ધૃણિત…ક્યાં સુધી આપણે આવી વાતો સાંખી લઈશું.

બોલિવૂડના કિંગ ખાનની ફિલ્મ રિલીઝિંગ પહેલા જ માહોલ ગરમાવા લાગ્યો છે. એક બાજૂ ફિલ્મને બેન કરવાની માગ થઈ રહી છે, તો બીજી તરફ આ ફિલ્મ થિયેટર સુધી પહોંચી જાય તો, પણ તેને ફુંકી મારવાની ધમકી આવી રહી છે. હાલમાં જ આ ફિલ્મને લઈને અયોધ્યાના મહંત રાજૂ દાસે બહિષ્કારની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, હું દર્શકોને અપીલ કરુ છું કે, જે થિયેટરમાં પઠાણ ફિલ્મ બતાવવામાં આવશે, તેને ફુંકી મારવામાં આવશે. તેની સાથે જ રાજૂ દાસે બોલિવૂડ અને શાહરુખ ખાન પર સનાતન ધર્મની મજાક બનાવાનો આરોપ લગાવ્યો છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પઠાનના ગીતમાં દીપિકા પાદુકોણની અદાઓ જાેવા જેવી છે, પણ ગીત રીલિઝ થતાં જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મને લઈને બોયકોટ પણ સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યું છે.

Related Posts