ભગુડા મુકામે વીર આહીર દેવાયત બોદર કર્મચારી ગ્રુપ, ભાવનગર દ્વારા 5 માં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન
ભગુડા મુકામે વીર આહીર દેવાયત બોદર કર્મચારી ગ્રુપ, ભાવનગર દ્વારા 5 માં ઇનામ વિતરણ કાર્યક્રમનું આંતરરાષ્ટ્રીયતો લોકસાહિત્યકાર માયાભાઇ આહીર ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 ગામના આહીર સમાજના ધોરણ 8 થી માસ્ટર ડિગ્રી સુધીના બાળકોની 320 વિશિષ્ટ સિદ્ધિ, નવનિયુક્ત અને નિવૃત કર્મચારીઓને ચિલ્ડ તેમજ ફુલસ્કેપ બૂકો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના આ વિશિષ્ટ કાર્યક્રમમાં 2000 જેટલાં ભાઈઓ બહેનો તથા બાળકોએ હાજરી આપેલ. તેમજ ડૉ. જીવરાજભાઈ સોલંકી, ડૉ. દાનુભાઈ મોરી વગેરે ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહન આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના મોટી સંખ્યામાં કર્મચારીઓ એ હાજર રહી અને જહેમત ઉઠાવી.
Recent Comments