સૌરાષ્ટ - કચ્છ

ભચાઉના ચોપડવા ગામથી વિદેશી દારૂ, બિયર સાથે ૧ની ધરપકડ

ભચાઉ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચોપડવા પાસે પહોંચતાં હેડકોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ અશોકજી ઠાકોરને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નવી મોટી ચીરઇના અરવિંદસિંહ પરબતસિંહ ઝાલા અને જુની મોટી ચીરઇના મહેશ દેવા ભરવાડ સાથે મળી ચોપડવા થી ગુણાતીતપુર જવાના રસ્તે કેનાલ પાસે આવેલી અરવિંદસિ઼હ ઝાલાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે.

આ બાતમીના આધારે સ્થાનિક પોલીસે વાડીમાં દરોડો પાડી ઓરડીમાં રાખેલા રૂ.૭૪,૦૦૦ ની કિંમતના અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી શરાબની ૧૪૩ બોટલો તથા રૂ.૮,૦૦૦ ની કિંમતના બિયરના ૮૦ ટીન મળી કુલ રૂ.૮૨,૦૦૦ ની કિ઼મતના દારૂ-બિયર સાથે મુળ સાંતલપુરના હાલે અરવિંદસિંહ ઝાલાની વાડીમાં રહેતા મેરામણ મલુભાઇ ઠાકોરને પકડી એક બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ.૯૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જાે કે આ દરોડામાં બે મૂખ્ય સૂત્રધાર અરવિંદસિંહ ઝાલા અને મહેશ ભરવાડ હાજર મળ્યા ન હતા.

ત્રણે વિરુધ્ધ ગુનો નોંધી હાજર ન મળેલા બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું પીઆઇ આર.આર.વસાવાએ જણાવ્યું હતું.ભચાઉ તાલુકાના ચોપડવા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં રાખેલા રૂ.૮૨ હજારની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એકને પોલીસે પકડી લીધો હતો. જાે કે આ દરોડામાં બે મુખ્ય સૂત્રધાર હાજર મળ્યા ન હતા.

Related Posts