ગુજરાત

ભચાઉમાં મંજૂરી વગર ચાલતી એગ્રી.કોલેજ સરકારે બંધ કરાવી

દાંતીવાડા કૃષિ યુનિ.ના કુલપતિ રવિન્દ્ર ચૌહાણએ સરકારની મંજુરી વિના કૃષિ કોલેજ ભચાઉ ખાતે ચાલુ કરી અનેક વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરતા મામલો ગરમાયો છે. યુનિ.ના રાપર કેન્દ્ર ખાતે ૨૦૧૨ માં એગ્રી કોલેજની મંજૂરી આપવા આવી હતી પરંતુ કોલેજ શરૂ થઇ ન હતી. જે બાદ કુલપતિ રવીન્દ્ર ચૌહાણએ સરકારની મંજૂરી લીધા વિના આ એગ્રી કોલેજ નવ વર્ષ બાદ કૃષિ યુનિવર્સિટીના ભચાઉ ખાતે ચાલુ કરી દીધી હતી.

ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન ભચાઉ ખાતે કૃષિ કોલેજ ચાલુ કરી વિદ્યાર્થીઓના ૧૬ એડમિશન આપવામાં આવ્યા હતા, ત્યારે ચાલુ વર્ષે ફરી એડમિશનની પ્રકિયા હાથ ધરવામાં આવતાં સમગ્ર બાબત સરકારને ધ્યાને આવતા સરકારે તાત્કાલિક અસરથી ભચાઉ ખાતે ચાલુ કરેલ નવીન એગ્રી કોલેજ ને બંધ કરવા પત્ર લખી સૂચન કર્યું હતું,અને એડમિશન અપાયેલા વિદ્યાર્થીઓ ને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખસેડવા આદેશ કર્યો હતો. ઉપરાંત યુનિવર્સિટીને વિના પરવાનગીએ કોલેજ શરૂ કરવા મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ ભચાઉ ખાતે અભ્યાસ કરતા હતા તેમને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખસેડી દીધા છે. યુનિ. ના રજિસ્ટ્રાર જે.આર. વડોદરિયા એ જણાવ્યું હતું કે “કોલેજમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે જે મારે કાગળ પર જાેવું પડે,સરકારે કોલેજની મંજૂરી ૨૦૧૨ માં રાપર (કચ્છ ) ની આપી હતી,રાપરનું બધું પૂરું થઈ ગયું છે.

હાલમાં કોલેજ બંધ કરવા સરકારમાંથી કોઈ સૂચના નથી,હાલ બધા વિદ્યાર્થીઓ દાંતીવાડા છે, ભચાઉ સગવડ ઉભી કરીએ છીએ પછી વિદ્યાર્થીઓ ને મોકલવામાં આવશે. સરકારે રાપર ખાતે ૨૦૧૨ માં એગ્રી કોલેજ શરૂ કરવા મંજુરી આપી હતી.પરંતુ કોલેજ સ્થળે બે કે અઢી એકર જ જગ્યા હતી,નિયમ પ્રમાણે કોલેજ શરૂ કરવા માટે પચાસ હેકટર જમીનની જરૂરિયાત હતી અથવા તો નવા નિયમ મુજબ ત્રીસ હેકટર જમીન હોવી જાેઈએ,જે જમીન ત્યાં મળે એવું લાગતું ન હતું,જેથી જે બાબત બોર્ડના ધ્યાને મુકી કોલેજ ઓગસ્ટના ૨૦૧૪ માં સરકાર ગ્રાન્ટ ફાળવી ન હતી.

જેથી કોલેજ બંધ કરવી પડી હતી. કૃષિમંત્રીને ૨૦૨૧ની ભરતી ગોટાળા મામલે રજૂઆત કરવા ગયા હતા,ત્યારે જાણવા મળ્યું છે,કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ સરકારની ઉપરવટ જઈ પરવાનગી વગર ભચાઉ ખાતે એગ્રી કોલેજ ચાલુ કરી સરકારના લાખો રૂપિયાનો વ્યય કર્યો છે,કુલપતિએ વિદ્યાર્થીઓના ભાવિની પણ વિચારણા કર્યા વગર ખોટી રીતે કોલેજ શરૂ કરી હતી,તે હાલમાં સરકારે બંધ કરાવી દીધી છે,વિદ્યાર્થીઓ ને પણ સરકારની સૂચનાથી દાંતીવાડા કૃષિ યુનર્વિસટીમાં લઇ આવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts