fbpx
ગુજરાત

ભચાઉ નજીક ડમ્પરનું હાઇડ્રો વીજ તારને અડતાં યુવાનનું મોત

ભચાઉ પાસે રેતી ખાલી કરી ડમ્પર ચાલક આગળ લઇ રહ્યો હતો ત્યારે જ ક્લીનર ડમ્પરમાં ચડવા ગયો પણ હાઇડ્રોલિક ઉપર વીજ તારને અડી જતાં વીજશોકને કારણે તેનું મોત નિપજ્યું હોવાની તા.૨૬/૯ ના બનેલી ઘટના હવે પોલીસ ચોપડે નોંધાઇ હતી. નાની ચીરઇ સોસાયટીવાસમાં રહેતા ૪૩ વર્ષીય કરીમાબાઇ સુલેમાનભાઇ નસીબભાઇ જતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પતિ અને ચાર પુત્ર સાથે બન્ની વિસ્તારમાં ભેંસ લઇને ગયા હતા. તેમનો મોટો પુત્ર ઇબ્રાહિમ ઉર્ફે ઇબ્રાઇમ જે શ્રી ક્રિષ્ના સપ્લાયર્સમાં ક્લીનર તરીકે કામ કરતો હતો. તા.૨૬/૯ ના રોજ તેમના કરીમાબાઇના જેઠ ઉમરભાઇએ ફોન કરી તેમના પતિને જાણ કરી હતી કે ઇબ્રાહિમ ડમ્પર ભરી ભચાઉ ગયો હતો ત્યાં અંબિકાનગર શ્રવણ કાવડીયા પાસે હાઇડ્રોલિક ઉંચું કરી રેતી ખાલી કર્યા બાદ ડમ્પર ચાલક મુસાભાઇ ઉમરભાઇ જત ડમ્પર આગળ લઇ રહ્યા હતા

તે દરમિયાન ઇબ્રાહિમ ડમ્પર ઉપર ચડવા જઇ રહ્યો હતો ત્યારે હાઇડ્રોલિક ઉપર વીજ તારને અડી જતાં વીજ શોક લાગતાં તેનું મોત નિપજ્યું હતું. રાજકોટ રહેતા સાગરકુમાર અમૃતલાલ કનેરીયાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તા.૨૨/૯ ના નાનો ભાઇ નિખિલ અમૃતભાઇ કનેરીયા તેના મીત્ર રેનિશ ખાનપરા સાથે બાઇક પર ભચાઉથી મોરબી જવા નિકળ્યો હતો. રાત્રે લાકડીયા નદી વાળા પુલ પર બાઇક સ્લીપ થતાં બાઇક નદીમાં ખાબકી હતી. જેમાં બન્ને ઇજાગ્રસ્તોને મોરબી લઇ જવાયા બાદ નિખિલને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ અને ત્યારબાદ ફરી મોરબી લઇ અવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તા.૧૨/૧૦ ના રોજ તેણે દમ તોડ્યો હતો.

Follow Me:

Related Posts