ભટવદરમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત મીટીંગ નું આયોજન
લાઠી તાલુકા ના ભટવદર મુકામે મામલતદાર શ્રી તલસાણીયા અને તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા માં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત મીટીંગ યોજવા માં આવી હતી. જેમાં ઠાસા, હજીરાધાર, મૂળીયાપાટ, સુવાગઢ વગેરે આસપાસ ના ગામો ના સરપંચ, તલાટી મંત્રી, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યા માં વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા. ડો. રોહિત ગોહિલ અને અમૃત પટેલ દ્વારા ચાલી રહી કોરોના રસીકરણ કામગીરી ની સ્થિતિ અંગે સમીક્ષા કરી બાકી રહેતા લાભાર્થીઓ ના રસીકરણ ના આયોજન અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનિય છે કે, આરોગ્ય કર્મીઓ કમલેશ ભાસ્કર અને સુમન સોલંકી દ્વારા દૈનિક ધોરણે રસીકરણ સત્ર નું આયોજન કરેલ હોય વધુ માં વધુ વડીલો અને સ્વજનો રસીકરણ કરાવે, અને કોરોના મુક્ત સ્વસ્થ સમાજ માં તમામ કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ સહભાગી થાય તેવી ડો. હરિવદન પરમાર દ્વારા સૌને અપીલ કરી હતી.
Recent Comments