ભટવદર ગૌચર ની જમીન ઉપર દબાણ ની રજુઆત સંદર્ભે તાલુકા મામલતદાર એ પી વ્યાસે સ્થળ વિજીટ કરી
લાઠી તાલુકા ના ભટવદર ગામે ૧૧ લાખ ચોમી કરતા વધુ ગૌચર ની જમીન માલિકી સમાંતર વળાંકી લેનાર દબાણદારો વિરુદ્ધ સ્થાનિક માલધારી સાજણ મેરે કરેલ રજુઆત સંદર્ભે લાઠી તાલુકા મામલતદાર એ પી વ્યાસ સાહેબે તલાટી મંત્રી ભટવદર અને અરજદાર સાજણ મેર ને સાથે રાખી સ્થળ વિજીટ કરી હતી ખૂબ મોટા પ્રમાણ માં ગૌચર સરકારી પડતર ખરાબા ની જમીનો માલિકી સમાંતર વળાંકી લેનાર દબાણદારો એ દબાણવાળી જમીનો માં રીગદારો કરાવી તાર ફેન્સીગો કરી દરવાજા ઓ મૂકી માલિકી સમાંતર વળાંકી લેતા ભારે લાચારી ભોગવતા સ્થાનિક પશુપાલકો માલધારી સાજણ મેર દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી મહેસુલ સચિવ સહિત જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી
૬૦૦ વિધા કરતા વધુ ગૌચર ની જમીન ઉપરાંત સરકારી પડતર સરકારી ખરાબો અને ગામતળ ની જમીનો ઉપર પણ બેફામ રીતે દબાણ કરી લેતા સ્થાનિક કક્ષા એથી વારંવાર રજૂઆતો થતા આ અંગે લાઠી તાલુકા મેજી એ પી વ્યાસ દ્વારા સ્થળ વિજીટ કરી દબાણ ની સમીક્ષા કરી દબાણદારો ના નામો મેળવી દબાણ કેસો અંગે કાર્યવાહી હાથ ધરી હતી લાઠી તાલુકા ના ભટવદર સૌથી વધુ ગૌચર અને સરકારી પડતર જમીનો વળાંકી ખેડૂત ખાતેદાર હોય તેમ દબાણો દારો દ્વારા ગૌચર માં વાવેતર કરી લેવાતા અબોલ જીવો માટે ભારે લાચાર સ્થિતિ ઉભી થવા પામેલ છે આ દબાણ ઝડપી ખુલ્લું કરાય અને દબાણદારો વિરુદ્ધ દબાણ કેસ રજિસ્ટર લઈ શિક્ષાત્મક કાર્યવાહી કરાય તે જરૂરી
Recent Comments